ડુંગરપુર: આ પોલીસના ફોટોમાં દેખાતાં ઠાઠમાઠ તો જુઓ..રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બિછીવાડા પોલીસ સ્ટેશનમાં ડ્યુટી પર તૈનાત મહિલા કોન્સ્ટેબલની અયોગ્ય વર્તણૂકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.
ફોટોમાં મહિલા કોન્સ્ટેબલ રીના ગર્ગ એક વૃદ્ધ ફરિયાદી સામે ટેબલ પર પગ ચડાવીને આરામથી બેઠેલી જોવા મળી હતી. આ અસંવેદનશીલ વર્તનની તસવીર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મામલો સામે આવતા ડુંગરપુરના પોલીસ અધિક્ષક (એસપી)એ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ અહેવાલ પ્રાપ્ત થયા બાદ મહિલા કોન્સ્ટેબલ રીના ગર્ગને સસ્પેન્ડ કરવામાં આવી છે.
પોલીસ વિભાગે આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે અને કર્મચારીઓને નાગરિકો સાથે વ્યવસાયિક અને સંવેદનશીલ વર્તણૂક રાખવા સૂચના આપી છે. આ ઘટના પોલીસ વિભાગમાં વ્યવસાયિક અનુશાસનના મહત્વને ફરી એક વાર રેખાંકિત કરે છે.









