ચીખલી: કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય કૌશિકભાઈ અને સરપંચ એકતાબેનની ઉપસ્થિતિમાં ચીખલી તાલુકાના રૂમલા ગામમાં -1 બુથ નંબર-5 સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પલ્સ પોલિયો અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી કૌશિકભાઈ અને ગામના સરપંચ શ્રી એકતાબેનની ઉપસ્થિતિમાં પલ્સ પોલિયો અભિયાનની શુભ શરૂઆત કરવામાં આવી. તેમણે પોતે પોલિયો દવા પીવડાવીને અભિયાનની સારી શરૂઆત કરી હતી.

મેડિકલ ઓફિસર ડો. ચંદ્રકાંત પટેલ દ્વારા લાભાર્થીઓને પલ્સ પોલિયો અભિયાનના મહત્વ વિશે જાગૃતિ આપી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ અભિયાન અંતર્ગત નાના બાળકોને પોલિયોની બીમારીથી મુક્ત રાખવા માટે પોલિયો દવા પીવડાવવામાં આવી રહી છે. સ્થાનિક આરોગ્ય વિભાગ અને ગામના આગેવાનોના સહયોગથી આ અભિયાન સફળતાપૂર્વક આગળ વધ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here