રાજપીપળા: સોમવાર, 15 જૂન 2026 ના રોજ રાજપીપળામાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ભાજપના એક જાહેર કાર્યક્રમમાં મોટો વિવાદ સર્જાયો. નાંદોદ વિધાનસભાના ભાજપના MLA ડૉ. દર્શના ચંદુભાઈ દેશમુખ એ પોતાનું સન્માન અને પ્રોટોકોલ ન જળવાતા કાર્યક્રમમાંથી વોકઆઉટ કરી દીધો અને ગાંધી ચોક વડિયા ખાતે ધરણા પર બેસી ગયા. તેમણે સંગઠન તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ઘટનાની વિગતો
કાર્યક્રમમાં આશરે 300-400 લોકો ઉપસ્થિત હતા. MLA દેશમુખને ભાષણનો મોકો ન અપાતા અને પ્રોટોકોલ અનુસાર સ્વાગત પણ ન કરાતા તેઓ નારાજ થયા. મંચ પર મંત્રી અને સાંસદની હાજરીમાં તેઓ કાર્યક્રમ છોડીને બહાર નીકળી ગયા. તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે, “આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કહીને મારું અપમાન કરવાનું?” તેમણે આ અપમાન સહન ન કરી શક્યા અને ધરણા પર બેસી ગયા.

તમામ ઘટના બાદ લોક ચર્ચા થઈ રહી છે કે, નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ છેલ્લા બે વર્ષથી પક્ષના પાયાના કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદ સહિતના આદિવાસી લોકોનું સતત અપમાન કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે મનમાની અને પક્ષપાતી વલણને કારણે સ્થાનિક સ્વરાજ્ય અને સહકારી ચૂંટણીઓમાં પાર્ટી હારી છે.

નર્મદા જિલ્લો આદિવાસી બહુલ્ય વિસ્તાર હોવા છતાં જિલ્લા પ્રમુખ બિન-આદિવાસી હોવાને કારણે આદિવાસી નેતાઓનું સન્માન ન જળવાતું હોવાની ચર્ચાઓ તેજ થઈ છે. નર્મદા જિલ્લામાં ઘણા શિક્ષિત આદિવાસી યુવાનો ભાજપમાં વર્ષોથી કામ કરી રહ્યા છે તો તેઓને પણ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવી જોઈએ પરંતુ આદિવાસી વિસ્તારોમાં બિન આદિવાસીઓને જિલ્લા પ્રમુખ બનાવી આદિવાસીઓનું આપમાં થાય એ પણ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓનું ત્યારે આદિવાસી સમાજે પણ આગળ આવી આવા લોકોને પાઠ ભણાવવા જોઇએ એવી લોક ચર્ચાઓએ જોડપકડ્યુ છે.. હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા પ્રમુખ પર શું કાર્યવાહી થશે અને ધારાસભ્ય દર્શના દેશમુખનું સન્માન જળવાઈ એ માટે પક્ષ જિલ્લા પ્રમુખ પર કાર્યવાહી કરશે.??


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here