માંડવી: ગતરોજ માંડવી તાલુકાના કલમકુવા ગામના વડ ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ ભગુભાઈના ઘરે અચાનક આગ લાગતા ભારે નુકસાન થયું, આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે ઘરવખરી, કપડાં, અનાજ સહિતનો જરૂરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ આગ લાગતાની સાથે જ પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરાયો પણ આગની જવાળા એટલી જવલંત હતી કે માંડવી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી..

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી  પણ આગની ઘટનામાં પરિવારે પોતાની રોજિંદી જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ ગુમાવતાં ભારે આર્થિક નુકસાન થયું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here