વલસાડ: ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જિલ્લા તંત્રને નેશનલ હાઇવે 48 નાં બે ઓવરબ્રિજ પર સુરતથી મુંબઈ લેન પર ડામર રસ્તાની અસમાનતા લીધે ઊંચા નીચા પટ્ટા બની ગયા છે આ જોખમી બનેલા ઓવરબ્રિજ તાત્કાલિક રીપેર કરાવવા માંગ કરવામાં આવી છે.
Decision News ને આપવામાં આવેલી માહિતી મુજબ નેશનલ હાઇવે 48 નાં બે ઓવરબ્રિજ પર સુરતથી મુંબઈ લેન પર રસ્તાની અસમાનતાના લીધે અજાણ્યા વાહનચાલકોને ધ્યાન નહીં રહેતું હોવાને લીધે લેન બદલતી વખતે ખાસ કરીને બાઈકચાલકોનું સંતુલન ખોરવાય જવાના બનાવો ઘણીવાર બનતા રહેતા હોય છે જે અકસ્માતનું કારણ બની શકે એમ છે, તેમજ હવે ચોમાસાની ઋતુ પણ ધીમે પગલે પગરવ માંડી રહી છે ત્યારે વરસાદી પાણીનાં ભરાવાને લીધે ગંભીર અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
આ બાબતે સમસ્ત આદિવાસી સમાજનાં યુવાલીડર અને ખેરગામનાં ગોલ્ડ મેડલિસ્ટ સર્જનને યુવાનોએ ધ્યાન દોરતા 1)પારનેરા ઓવર બ્રિજ પર સુરત મુંબઇ લેન પર અને 2) સોનવાડા ઓવર બ્રિજ પર સુરત મુંબઇ લેન પર બે જીવલેણ બની શકે એવા રસ્તાઓનું તાત્કાલિક રીપેરીંગ કરી રિસરફેસીંગ કરવાની વલસાડ કલેકટર પાસે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીનાં અધ્યક્ષ તરીકે જવાબદાર વિભાગને આદેશ આપી જાહેર હિતમાં જરૂરી પગલાં લેવા માંગ કરી છે. નોંધનીય બાબત એ પણ એક જાગૃત યુવાને નવસારીના બલવાડા ઓવરબ્રિજ વિષે જિલ્લા પ્રસાસનનું ધ્યાન દોરતા ત્યાં ત્વરિત કામગીરી ચાલુ કરી દેવામાં આવેલ છે.











