ધરમપુર: વુશું ડ્રેગોન કુંગ ફૂ માં ચાલી રહેલ કલાસીસ જેમા છેલ્લા વર્ષથી વલસાડ, ધરમપુર, કપરાડા, વાસદા, નવસારીમાં આ માશૅલ આર્ટના ચિફ ઇન્સ્ટકટર, માસ્ટર સિયલાઉશી શ્રી હિતેશ બી પ્રજાપતી 5th ડાન બ્લેક બેલ્ટની પદવી ધરાવતા માસ્ટર ચલાવી રહ્યા છે.

જેના નેઝા હેઠળ હજારો વિદ્યાર્થીઓમાંથી આઠ જેટલા વિદ્યાર્થીઓની બ્લેક બેલ્ટની પદવી માટે ધરમપુર ખાતે 30 દિવસ કઠીન તાલીમ જેવી કે અલગ અલગ સો જેટલી ક્સરતો, હથિયાર દાવ, હથિયાર ફાઇટ, સાદી ફાઇટ, સેલ્ફ ડિફેન્સ જંગલોમાં તાલીમ, પાણીમાં ડૂબાડીને તાલીમ લેવામાં આવી હતી અને લેખીત મૌખિક પરીક્ષા લેવામાં આવી હતી નેપાળના માસ્ટર સાગર અને ગુજરતના પ્રકાશ એન્જીનિયરના હેઠળ ફૂંગ ફુ ની તાલીમ પામેલા અનેક બ્લેક બેલ્ટની પદવી હાસલ કરનાર જેવા માસ્ટર સિયલાઉશી શ્રી હિતેશ બી પ્રજાપતીને તાલીમ આપી તૈયાર કરેલા વલસાડ, ધરમપુર, કપરાડા, વાંસદા, નવસારીના વિદ્યાર્થીઓના આકરુ પરીક્ષાણ લીધા બાદ બ્લેક બેલ્ટની પદવી એનાયત કરી હતી.

બ્લેક બેલ્ટની પદવી હાસલ કરનાર દિપકકુમારએ પટેલ કે જેમણે 2023 માં વુશું ડ્રેગન કુગફુંમાં મોટી ઉમરે પ્રવેશ મેળવીને 2 વર્ષમાં કઠીન તાલીમ લીધા બાદ જેમણે 2025 ના વર્ષમાંવુશું ડ્રેગન કુગફું દ્વારા 30 દિવસની બ્લેક બેલ્ટની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પોતે ઉતીર્ણ થયા હતા, નવી યુવા પેઢીને રમત ગમ્મત ક્ષેત્રે આગળ જાય તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેનાથી એવું સાબિત થાય છે કે રમત ગમ્મત ક્ષેત્રે ઉમરની કોઈ મર્યાદા આવતી નથી, જેમાં એમના પુત્રને પણ આ પરીક્ષાની કઠીન તાલીમમાં માર્ગદર્શન પૂરું પાડી તેમને પણ ઉતીર્ણ કર્યા, જે બદલ વુશું ડ્રેગન કુગફું એસોસિયેશનના ગુરુ તેમજ શાળા પરીવાર, ગ્રામજનો બધા વતી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here