સેલવાસ: આદિવાસી ધોડિયા સમાજના ગૌરવ, સંસ્કાર અને સાંસ્કૃતિક ઓળખને વધારવા માટે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાગત તુર થાળી વાદ્ય, વરાડે લોકગીતો અને આકર્ષક નૃત્યકલાની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આદિવાસી સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને યુવાન પેઢી સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ ખાસ આયોજિત કરવામાં આવ્યો છે.
કાર્યક્રમની વિગતો:
• તારીખ: ૨૩ મે ૨૦૨૬ (શનિવાર)
• સમય: સાંજે ૫:૦૦ કલાકથી
• સ્થળ: સિલ્વાસા સ્ટેડિયમ ગ્રાઉન્ડ, સેલવાસ
આદિવાસી ધોડિયા સમાજના આગેવાનો અને સમાજના લોકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. સમાજના તમામ સભ્યો અને સિલ્વાસા તેમજ આસપાસના વિસ્તારના લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક ઉત્સવને સર્વસ્પર્શી બનાવવા અપીલ કરવામાં આવી છે.











