ઉમરપાડા: દક્ષિણ ગુજરાતના સુરત ઉમરપાડા વિસ્તારમાં ગરમીના પ્રચંડ તાપમાં વન ઔષધિ તરીકે ‘બીલી’ (Bael Fruit) નું ફળ ખેડૂતો અને સ્થાનિક આદિવાસી લોકો માટે આરોગ્યપ્રદ અને ઠંડક આપતું કુદરતી દાન સાબિત થઈ રહ્યું છે.

બીલીના વૃક્ષ સામાન્ય રીતે ૧૫થી ૨૦ ફૂટ કે તેથી વધુ ઊંચાઈના હોય છે. તેની ડાળીઓ પર અણીદાર કાંટા હોય છે અને પાન ત્રિશૂલ આકારના ત્રણ ભાગમાં વહેંચાયેલા હોય છે. કાચું ફળ લીલા રંગનું અને પાકેલું ફળ પીળા રંગનું બને છે. આ ફળ માર્ચથી જૂન મહિના દરમિયાન પાકે છે, જેમાં એપ્રિલ અને મે મહિનો તેનો સીઝન માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે બીલીના ઝાડ પર એકસાથે મોર અને પાકેલા ફળ જોવા મળે છે. સ્થાનિકો આ ફળમાંથી અથાણું, મુરબ્બો અને જ્યુસ તૈયાર કરીને ખાસ કરીને ગરમીમાં ઠંડક માટે વાપરે છે. ગામડાઓમાં કાચા ફળને ભાફીને પણ ખવાય છે.

આરોગ્ય લાભ:
બીલીનું ફળ વિટામિન Cથી ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે પ્રોટીનયુક્ત હોવા સાથે કફ અને વાયુની તકલીફમાં લાભદાયી છે. વળી, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. સ્થાનિકોમાં બીલીના અથાણા અને જ્યુસની માંગ વધી રહી છે. ઘણા લોકો તેને ઘરે જ તૈયાર કરીને ઉપયોગમાં લે છે. તમે ક્યારેય બીલીનું ફળ અથાણું, મુરબ્બો કે જ્યુસ રૂપે લઇ જુઓ મજા આવશે એવું લોકો કહે છે. આ ઉનાળાની સીઝનમાં આ કુદરતી ઔષધિનો લાભ લેવા વિશે તમારા અનુભવો અને અભિપ્રાયો આપી શકો

BY: હેમંત વસાવા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here