વાંસદા: વર્ષોથી ભાજપના કબજામાં રહેલી ખાંભલા તાલુકા પંચાયત બેઠક હવે કોંગ્રેસના હાથમાં આવી ગઈ છે કેમ કે સૌથી નાની ઉંમરના ધર્મેશ કુમાર ગનાજભાઈ ભોયાની ભવ્ય જીત, ભાજપના રાહુલ ગાયકવાડને 300 વોટથી કારમી હાર થઇ છે.
વાંસદા તાલુકા પંચાયતની ખાંભલા બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના યુવા ઉમેદવાર ધર્મેશ કુમાર ગનાજભાઈ ભોયાએ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં શાનદાર વિજય હાંસલ કર્યો છે. તેઓ આ બેઠક પર કોંગ્રેસના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે જીત્યા છે. બીજી તરફ, છેલ્લા 15 થી 20 વર્ષથી ભાજપના વર્ચસ્વ હેઠળ રહેલી આ બેઠક પર ભાજપના ઉમેદવાર રાહુલભાઈ બાબજુભાઈ ગાયકવાડ (જિલ્લા પંચાયત સભ્ય બાબજુભાઈ ગાયકવાડના પુત્ર) ને 300 વોટના માર્જિનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
આ અનપેક્ષિત પરિણામ બાદ ખાંભલા તથા આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જીતની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓએ વિજયની ઉજવણી કરતા એકબીજાને અભિનંદન પાઠવ્યા અને આ જીતને યુવા શક્તિ તથા લોકોના વિશ્વાસની જીત તરીકે વર્ણવી છે. આ વિજય વાંસદા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મહત્વનું પરિણામ ગણાઈ રહ્યું છે, કારણ કે ખાંભલા બેઠક લાંબા સમયથી ભાજપના કબજામાં હતી.











