વાંકલ: આ જીતને માત્ર ચૂંટણીની સફળતા નહીં, પરંતુ લોકોના વિશ્વાસ, વિકાસ અને અડગ સંકલ્પની જીત ગણાવવામાં આવી છે. વાંકલ જિલ્લા પંચાયત તથા ત્રણેય તાલુકા પંચાયતોમાં ભવ્ય અને અનન્ય સફળતા મળી અને વાંકલ જિલ્લા પંચાયત બેઠક પર ઐતિહાસિક વિજય થયો છે.

વાંકલ જિલ્લા પંચાયતની બેઠક માટે સંયોજક તરીકેની જવાબદારી નિભાવનાર ડો. હેમંત પટેલ જણાવે છે કે નિષ્ઠા, નિષ્પક્ષતા અને સંપૂર્ણ સફળતા સાથે નિભાવવાનો ગર્વ અનુભવતા નેતાએ જાહેર કર્યું છે કે વાંકલ જિલ્લા પંચાયત તથા ઓઝર, વેલવાથ અને વાંકલ તાલુકા પંચાયતોની તમામ બેઠકો પર વિજયનો ધ્વજ લહેરાયો છે. જિલ્લા પંચાયત બેઠક પર સતત બીજી વખત વિજય થયો છે  4000+ મતોની લીડથી ઐતિહાસિક જીત (પ્રથમ વખત) છે. ત્રણેય તાલુકા પંચાયતો (ઓઝર, વેલવાથ, વાંકલ)માં 1000+ મતોના માર્જિનથી વિજય (પ્રથમ વખત) છે, ફલધરા ગામના તમામ 4 બુથમાં બહુમતી, કોસમકુવા ગામમાં બુથમાં બહુમતી, વેલવાય ગામમાં એકસાથે 3 બુથમાં ઐતિહાસિક જીત, વાંકલ ગામમાં એકસાથે 4 બુથમાં ભવ્ય વિજય, વેલવાય, વાંકલ, ફલધરા, નવેરા, ઓઝર સહિત તમામ મુખ્ય ગામોમાં એકસાથે બહુમતી (પ્રથમ વખત) છે.

ટીમવર્ક અને આભાર: વિજયમાં 11 ગામોના સરપંચશ્રીઓ, માજી સરપંચો, માજી પંચાયત સભ્યો, સંગઠનના હોદ્દેદારો, યુવા મોર્ચાના યુવાઓ, વડીલો અને યુવાશક્તિના અવિરત પ્રયાસોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ તથા માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ સહિતના રાજ્ય અને રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યો પ્રત્યે લોકોના અપાર વિશ્વાસે આ જીતને મજબૂત બનાવી છે. અંતમાં તમામ મતદારો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને નેતૃત્વને હાર્દિક અભિનંદનને પાત્ર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here