ઝઘડિયા: ચૈતર વસાવાએ આપેલ વિગતો મુજબ ગતરોજ ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે અમે આવ્યા હતા. 23 તારીખના રોજ કંપનીની બેદરકારીના કારણે અહીં બ્લાસ્ટ થયો હતો અને તેમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના કારણે બે દિવસ પહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું હતું અને આજે બીજા કર્મચારીનું પણ મૃત્યુ થયું છે. હાલમાં 14 જેટલા કર્મચારીઓ ઘાયલ છે અને 5-6 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમનું 80% શરીર દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટે કોઈની સાથે મુલાકાત નથી લીધી, વળતરની વાત નથી કરી અને હોસ્પિટલના બિલને પણ વાત કરી ન હતી.

જેના કારણે તેમના પરિવારે મારો સંપર્ક કર્યો કહ્યું કે “આ કંપનીમાં જે ઘટના ઘટી એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે” તો અમે આજે અમારી ટીમ સાથે કંપનીના ગેટ પર ગયા અને ત્યાં ઉપસ્થિત પી આઈ વાઘેલા અને પીએસઆઇ સહિતના લોકોને જણાવ્યું કે મેનેજમેન્ટ સાથે વાત કરાવો અને પરિવારને ન્યાય આપવાનું કામ કરો. પરંતુ પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં એવા લોકોને લાવીને રાખવામાં આવ્યા હતા જેમનું પીડિત પરિવારો સાથે કોઈ લેવા દેવા ન હતું. છતાં પણ એ લોકો અમારી સાથે આર્ગ્યુમેન્ટ કરતા હતા. તો અમારી સાથે જે પીડિત પરિવારો હતા એમણે કહ્યું કે તેઓ 15 લાખના વર્તનમાં સહમત નથી. તો આ બાબતને લઈને દોઢ કલાક સુધી ગેટ ખોલવામાં આવ્યો નહીં અને ત્યારબાદ અમે ગેટની અંદર ગયા એક રોનક કરીને કોઈ છોકરો હતો એણે પીઆઇની હાજરીમાં મારી સાથે ઝપાઝપી કરી. મેં કહ્યું કે જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો. મેનેજમેન્ટે પરિવારોને કહ્યું કે જે બે લોકોના મૃત્યુ થયા છે એમના પરિવારોને ₹15 લાખની સહાય મળશે એના સિવાય બીજા કોઈને એક પણ રૂપિયા આપવા માંગતા નથી. પછી અમે જ્યારે બહાર આવ્યા હતા ત્યારે, જાહેરનામું છે એમ કરીને અમારા લોકો પર લાઠીઓ વરસાવવામાં આવી. પોલીસે જે ભૂમિકા ભજવી છે, તે નીંદનીય છે અને પોતાના માણસોને બોલાવીને તેમણે વિડીયો પણ બનાવ્યા છે. પરિવાર આજે દુઃખી છે અને એમને સહકાર આપવો, એ આપણા તમામની ફરજ છે.

પોલીસે માનવતાની રીતે ભૂમિકા ભજવવાની હતી એની જગ્યાએ પાંચ દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં અને અમે આજે ગયા તો પોલીસ આવી ગઈ. કંપનીના માલિકના કહેવા પ્રમાણે, વળતર નહીં મળે, જ્યાં જે કરવાનું હોય એ કરી લેજો, થાય તે કરી લેજો એવું પોલીસના પી.આઈ બોલતા હતા. પોલીસની કામગીરી માલિકના તલવા ચાટતા હોય એવું મને લાગી રહ્યું છે. તો એ વિસ્તારમાં કામ કરતા તમામ લોકોને અને તમામ જીઆઇડીઓમાં કામ કરતા લોકોને મારી અપીલ છે કે આ 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે, તેનાથી કંપનીના પેટનું પાણી પણ નથી હલતું તો આવનાર દિવસોમાં બીજી અનેક ઘટનાઓ વધી શકે છે, તો સૌ લોકોને મારી વિનંતી છે કે આવનારા સમયમાં અમે એક દિવસ નક્કી કરીને જાણ કરીશું અને આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણા તમામનું છે અને એકઠા થવાનું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here