નર્મદા: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લામાં યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત મતદાર મંડળ, તાલુકા પંચાયત મતદાર મંડળ અને રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી નિરીક્ષકશ્રી તરીકે શ્રીમતી એન.પી. પાટડિયા, નાયબ કમિશ્નરશ્રી, કમિશ્નર ગ્રામવિકાસની કચેરી, ગાંધીનગરની નિમણૂંક કરવામાં આવી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લા ચૂંટણી નિરિક્ષક શ્રીમતી એન.પી.પાટડિયાનો મોબાઈલન નંબર 9925232356 છે. જ્યારે ચૂંટણી નિરિક્ષકશ્રીના લાયઝન અધિકારીશ્રી તરીકે શ્રી ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી-નર્મદા રાજપીપલાનાઓ રહેશે, તેઓશ્રીનો મોબાઈલ નંબર 9427678984 છે.
નર્મદા જિલ્લાની જાહેર જનતાને જો ચૂંટણીલક્ષી કોઈ ફરિયાદ હોય તો નિયત સમય દરમિયાન સર્કિટ હાઉસ (રેવા કક્ષ) રાજપીપલા, તા.નાંદોદ, જિ. નર્મદા ખાતે ચૂંટણી નિરિક્ષકશ્રી ચૂંટણીલક્ષી રજૂઆતો સાંભળશે, તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી-નર્મદા દ્વારા જણાવાયું છે.











