ઉમરપાડા: 11 એપ્રિલ 2026 ના રોજ બપોરે 10 વાગ્યાની વચ્ચે નાનછલ કન્યા છાત્રાલય (આશ્રમ શાળા), ઉમરપાડામાં વીજ લાઇનની બેદરકારીને કારણે ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિવ્યાંગિબેન દિનેશભાઈ વસાવા (મુ. બિલવાણ, તા. ઉમરપાડા, જિ. સુરત)ને કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં તેને ગંભીર ઇજા પહોંચી છે.

ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેને ઉમરપાડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી તેમને સારવાર માટે માંડવી સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સુરત સરકારી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓએ રજા લઈને દીકરીને ઘરે લઈ આવ્યા છે. આદિવાસી વિસ્તારની આ આશ્રમ શાળામાં વીજ લાઇનની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર બેદરકારી જોવા મળી છે. આવી અલસતાને કારણે નિર્દોષ વિદ્યાર્થિનીનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. પરિવારે પણ આ ઘટના અંગે સ્થાનિક વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ સમક્ષ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી છે.

આ ઘટના આદિવાસી વિસ્તારોમાં આશ્રમ શાળાઓની સુરક્ષા વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના જીવનની અવગણના વિશે ફરી એક વાર પ્રશ્ન ઊભો કરી રહી છે. વહીવટી તંત્રે આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ સ્થાનિકો તરફથી થઈ રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here