પારડી: સ્થાનિક સ્વરાજ ચુંટણીના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બંગણા ફૂકાય ચુક્યા છે ત્યારે પારડી તાલુકાના ગોઈ ગામે આવેલા વ મીંઢોળી ફળિયામાં ગ્રામજનોએ પાયાની સુવિધાઓના અભાવે ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ પારડી તાલુકાના ગોઈ ગામે આવેલા મીંઢોળી ફળિયામાં ગ્રામજનોએ પાયાની સુવિધાઓના અભાવે સત્તાધારી પક્ષ અને નેતાઓ સામે મોરચો માંડયો છે. છેલ્લા 25 વર્ષથી પાકા રસ્તાના નિર્માણ માટે વલખાં મારતા સ્થાનિકોએ હવે ‘રોડ નહીં તો વોટ નહીં’ (No Road, No Vote) ના બેનરો લગાવીને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગ્રામજનો કહે છે કે દરેક ચૂંટણી વખતે નેતાઓ માત્ર પોકળ વાયદાઓ આપીને જતા રહે છે, પરંતુ વાસ્તવિકતામાં રસ્તાનું કામ ક્યારેય શરૂ થતું નથી. વર્ષોથી માત્ર આશ્વાસનો મેળવીને કંટાળેલા રહીશોએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી રસ્તાનું નક્કર કામ નહીં થાય ત્યાં સુધી તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે નહીં. નેતાઓની ઉદાસીનતા સામે ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવીને તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે તેઓ માત્ર વાતોથી ભરમાવાના નથી, પરંતુ તેમને પાયાની સુવિધા તરીકે પાકો રસ્તો જોઈએ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here