વાંસદા: થોડા દિવસ પહેલાં વાંસદા તાલુકાના કંબોયા ગામે બીલીમોરા-વઘઈ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ માટે આવેલી સર્વે ટીમને સ્થાનિક ગ્રામજનો અને સરપંચોએ વિરોધ કરીને અટકાવી દીધી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બીલીમોરાથી વઘઈ સુધીના વિસ્તારમાં ૬ લેનનો હાઈસ્પીડ હાઈવે બનાવવાનું આયોજન છે,

હાઈસ્પીડ કોરિડોર પર વાહનો 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે. સર્વે ટીમ માટીના સેમ્પલ લેવાની કામગીરી કરી રહી હતી, જેની જાણ થતાં આજુબાજુના વિસ્તારના સરપંચો તથા ગામના આગેવાનો સ્થળ પર એકત્ર થયા હતા.

ગ્રામજનોએ સર્વે ટીમને સ્પષ્ટ જણાવ્યું કે ગ્રામ પંચાયતની મંજૂરી વિના કોઈપણ પ્રકારની કામગીરી કરવાની નથી. તેમના વિરોધને પગલે સર્વે ટીમે તાત્કાલિક પોતાની કામગીરી અટકાવી દીધી હતી. સ્થાનિક લોકો જમીન સંપાદન અને સર્વે પ્રક્રિયા અંગે પોતાના હક્ક અને મંજૂરીની માંગ કરી રહ્યા છે. હાલમાં સ્થિતિ શાંત છે, પરંતુ ગ્રામજનો વધુ વિરોધ અને ચર્ચાની તૈયારીમાં છે. વહીવટી તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે તેના પર નજર રેહશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here