ભાવનગર: ગતરોજ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી દ્વારા આયોજિત ભવ્ય કોન્વેકેશનમાં  સોનગઢ તાલુકાની આદિવાસી સમાજની દીકરી કુ. ચૌધરી રવિનાબેન રાજેશભાઈએ બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW)માં સર્વોચ્ચ માર્ક્સ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરી આદિવાસી સમાજને ગૌરવંતિત કર્યું છે.

Decision news ને મળેલી જાણકારી મુજબ રવિનાબેને પોતાના અભ્યાસ દરમિયાન પ્રથમ વર્ષથી લઈને અંતિમ સેમેસ્ટર સુધી સતત ટોપર રહી છે તેની મહેનત, લગન અને સંકલ્પના પરિણામે યુનિવર્સિટી દ્વારા તેમને જીઉ ફેકલ્ટીમાં સર્વોચ્ચ માર્ક્સ મેળવ્યો છે આ સિદ્ધિ બદલ તેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મહારાણી સમયુક્તાકુમારી ગોહિલ, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજ તેમજ ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. ભાવેશભાઈ જાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રવિનાબેનની આ સિદ્ધિથી માત્ર તેમના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here