વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના નાની ભમતી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર્ હિતેનભાઈ ભુતાના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર નાની ભમતીનો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભ પુસ્તકની જ્ઞાન યાત્રા નીલકી અને નાની ભમતી ગામની બાળાઓએ સૌ મહેમાનોને કુમકુમ તિલક લગાવી આવકાર્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમનું ઉદ્ઘાટન પાર્થિવ મહેતા (પાર્થ ટ્રેડર્સ વાપી), જયંતીભાઈ પટેલ (શીતળ છાંયડો લાઇબ્રેરી નગરીયા), જીતુભાઈ પટેલ (સરપંચ નાની ભમતી), વિનોદભાઈ (સરપંચ મોટી ભમતી), રોહિતભાઈ પટેલ મત્સ્ય ઉદ્યોગ કચેરી વલસાડના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વે મહેમાનોનું સ્વાગત.સ્વાગત ગીત તથા પુષ્પ છોડ આપી કરવામાં આવ્યું હતું. રેઈન્બો વોરીયર્સ ધરમપુર ગ્રુપની અનોખી પરંપરા મુજબ ગામની સૌથી વધુ ભણેલી દીકરીઓનું ફળાઉ છોડ આપી શાલ ઓઢાડી સરસ્વતી માતાની મૂર્તિ આપી ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દરેક દાતાશ્રીઓનુ પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા નાની ભમતી ગામના અત્યાર સુધીના તમામ સરપંચોનું પુષ્પછોડ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા ગ્રામ વિકાસમાં એમના યોગદાનને બિરદાવ્યું હતુ.
સાકર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતાએ ઓડિયો મેસેજ દ્વારા ગ્રામજનો, સરપંચ જીતુભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યોની કામગીરીને બિરદાવી હતી તથા વાચકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. સાકાર વાંચન કુટીર નાની ભમતીમાં UPSC, GPSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તથા ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. નાની ભમતી તેમજ આજુબાજુના ગામના જરૂરિયાતમંદ બાળકો,યુવાનો તથા વાચક મિત્રો માટે સાકાર વાંચન કુટીર આશીર્વાદરૂપ બનશે. સાકાર વાંચન કુટીર નાની ભમતી માટે નાની ભમતી તથા અન્ય ગામના યુવાનો, આગેવાનોએ ખુબજ ઉદાર હાથે આર્થિક દાન કર્યું હતું તથા અન્ય જરૂરિયાતો સમયે આર્થિક સહયોગની ખાતરી આપવામાં આવી હતી
આ પ્રસંગે સુભાષભાઈ બારોટ શિક્ષક આવધા ,જયંતીભાઈ પટેલ શીતલ છાંયડો લાઈબ્રેરી નગરીયા , નીમેશભાઈ ગાંવિત નાયબ ઓડીટર લોકલ ફંડ નવસારી, ડૉ ભાવિકાબેન પટેલે વાચકોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન તથા લાઇબ્રેરી ના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા આજના યુવાધન માટે લાઇબ્રેરી માટે આર્થિક સહયોગ આપનાર દાતાઓના સહયોગને બિરદાવ્યો હતો. મુખ્ય મહેમાન પાર્થિવ મહેતા એ સાકાર વાંચન કુટિરને ખજાના સાથે સરખાવી યુવાનોને ભરપૂર લાભ લેવા અપીલ કરી સમાજ તથા દેશ માટે ઉપયોગી બનવા જણાવ્યું હતું.
આ પ્રસંગે બીપીનભાઈ માહલા (શાસક પક્ષના નેતા વાંસદા) મહેશભાઈ ગરાસીયા (આરટીઓ કચેરી વલસાડ), હિનલભાઈ પટેલ (વાયમેક્સ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર), સુનિલભાઈ પટેલ (geb વલસાડ), જયેશભાઈ પટેલ (જય સ્વાદિષ્ટ હોટલ વાંસદા), ગામના વડીલો રમેશભાઈ,ભગુભાઈ, ઠાકોરભાઈ શિક્ષકો મહેશભાઈ, કીર્તિભાઈ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નાની ભમતી ગામના સરપંચ જીતુભાઈ, મનોજભાઈ, રાજેશભાઈ, વિનેશભાઈ, વિરેન્દ્રભાઈ,ધર્મેશભાઈ તેમજ જયશ્રીબેન, પાયલબેન, જિજ્ઞાબેન, શારદાબેન તથા ગામના યુવાનો, આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન જીતુભાઈ તથા RAINBOW WARRIORS DHARAMPURના કૉ.ઓ. શંકરભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમનાં અંતે સૌને માટે પ્રીતિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.











