નવસારી: આમ આદમી પાર્ટી નવસારીના પ્રમુખ અને દેગામના યુવા આગેવાન પંકજ પટેલ દ્વારા સાંઈ કુટિર ખાતે દરવર્ષે સામાન્ય વર્ગના બાળકો જેમના માટે જન્મદિવસની ઉજવણી સ્વપ્ન સમાન હોય છે તેવા બાળકો માટે 51 કેક લાવી ઉજવણી કરાવી સાઈબાબાની પાલખીયાત્રા કઢાવી રામનવમીનો તહેવાર ઉજવતા હોય છે.
આ કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ,દેગામના સરપંચ ઇતેશ પટેલ,ઉપસરપંચ ધર્મેશ લાડ,રાજુ રબારી,પ્રમોદભાઈ સામાજિક આગેવાન, પ્રકાશભાઈ, મુકેશભાઈ, અક્ષય, જૈનિક, જીગ્નેશ, મયુર, શશી, મિત, વત્સલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે નાનકડા ભૂલકાઓની ખુશીઓ જોઈને હૃદયમાં એક અનેરો આનંદ થયો અને આ કાર્યક્રમમાં લોકોની ખુબ મોટી સંખ્યામાં હાજરી અને ભાજપા,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ એકમેક સાથે હસતા હસતા અલકમલકની વાતો કરી રહ્યા હતા તે નોંધવા લાયક બાબત રહી છે.આવી જ એકતા અને ભાઈચારો અને પ્રેમ પરિવાર,સમાજ અને દેશ માટે હમેશા બનેલી રહે એવી અમારી માં પ્રકૃતિને આજીવન પ્રાર્થના રહેશે.











