વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં જમીનોમાં ગ્રામસભાની મંજુરી વગર જ ચોરી છૂપી રીતે ગેરકાયદેસર સર્વેના મુદ્દે ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં આક્રોશરેલી યોજી શક્તિ પ્રદર્શન સાથે પ્રશાસન સામે ખુલ્લો લલકાર ફેકતાં મામલતદારને નવસારી કલેકટરને સંબોધીને આવેદન પત્ર આપી સર્વેને તરત જ રદ્દ કરવાની માંગની કરવામાં આવી હતી.
મહારેલીનો પ્રારંભ હનુમાનજી મંદિરથી પ્રારંભ થયેલી આક્રોશ રેલીમાં અનંત પટેલે Decision News સાથે વાત કરતાં જણાવ્યું કેવાંસદા તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં જમીનોમાં ગ્રામસભાની મંજુરી વગર જ ચોરી છૂપી રીતે ગેરકાયદેસર સર્વેના કરવામાં આવી રહ્યા છે, ગેરકાયદેસર સર્વે ખેડૂતોના હકો પર સીધો હુમલો છે, જે કોઈપણ સંજોગોમાં અમે સહન કરવાના નથી જો તાત્કાલિક અસરથી આ સર્વે બંધ નહીં થાય તો આદિવાસી સમાજના લોકો રસ્તા પરથી વધુ ઉગ્ર લડત લડશે અને લોકો અને તંત્રના અધિકારીઓ કે માણસો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાશે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટકર્તાઓની રહેશે.
આ રેલીમાં પ્લેકાર્ડ પર ‘સર્વે બંધ કરો’, ‘ખેડૂતોને ન્યાય આપો’, ‘આદિવાસી સંસ્કૃતિ બચાવો’ સ્લોગન લખેલા કટિંગ જોવા મળ્યા હતા રેલી બાદ પ્રતિનિધિમંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર સર્વેને તરત રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રસપ્રદ બનશે કે તંત્ર શું પગલાં આગામી સમયમાં લેશે.











