વલસાડ: ગતરોજ વલસાડના બિનવાડા ગામની પાવન ધરતી પર રામનવમીના પવિત્ર દિવસે સ્વ. નિલેશભાઈ નાનુભાઈ પટેલના સ્મરણાર્થે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શ્રી રામજી મંદિર યુવક મંડળ, શ્રી રામ સેવાભાવી મંડળ તથા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં કુલ 82 પ્રેરણાદાયી રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું, જેના પરિણામે કુલ 82 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. ગામજનોમાં આ કાર્યક્રમને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.આ રક્તદાન શિબિર માનવ સેવા માટે પ્રેરણાદાયી બની રહી હતી અને સમાજમાં સેવાભાવના સંદેશનો પ્રસાર કર્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રભાકરભાઈ યાદવ, વલસાડ તાલુકા સંગઠન પ્રમુખ તેજસભાઈ પટેલ, વલસાડ તાલુકા યુવા મોરચા પ્રમુખ રિશિરાજસિંહ ઠાકોર તેમજ જિલ્લા યુવા મોરચાના મંત્રી દિવ્યેશભાઈ, યોગીભાઈ, વિપુલભાઈ, ગણપતભાઈ અને સતીશભાઈ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.











