ડાંગ: ગતરોજ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાની સમાજને એક જ અપીલ પર એક જ કલાકમાં ડાંગ જિલ્લાના આદિવાસી રમતવીર મનોજ ગાંવિતને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે સહયોગ કરવામાં આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અનેક પ્રતિભાઓ છુપાયેલી પડી છે પરંતુ ગરીબી અને યોગ્ય તકના અભાવે પ્રતિભાઓ આગળ વધી નથી શકતી.હાલમાં જ ડાંગના રમતવીર મનોજ ગાંવિત ખેલો ટ્રાયબલ ઇન્ડિયા ગેમ્સમાં જવા માટે સામાન ખરીદવા માટે આશરે 28 હજાર રૂપિયાની જરૂર હતી જે બાબતની જાણ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયાને થતા તેમણે તાત્કાલિક આ યુવાન માટે સમાજને હાકલ કરતા એક જ કલાકમાં લોકોએ સહાય મોકલી આપી હતી જે બાબતે મનોજ ગાંવિતે સમસ્ત આદિવાસી સમાજનો આભાર માન્યો હતો.

આ બાબતે મીડિયા સાથેનો વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે એકદમ ધીરગંભીર અને સૌમ્ય રહેતા ડો.પ્રદીપભાઈ ગરાસિયાસાહેબની આગેવાનીમા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આવી રીતે સામાજિક ન્યાય અને સહાય માટેની પ્રવૃતિઓ કરવામાં આવેલ છે.મનોજ ગાંવિત જયારે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે ત્યારે માં પ્રકૃતિ એમને શક્તિ આપે અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે એવી અમારી અંતરમનની શુભકામના છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here