પારનેરા: નવરાત્રીના પવિત્ર અવસર પર, નવરાત્રીના સાતમા દિવસે પારનેરા ડુંગર માતાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે આવતાં ભક્તો માટે વલસાડ તાલુકા યુવા મોરચા દ્વારા નિશુલ્ક છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ પારનેરા ગ્રામ પંચાયતના સભ્ય તેમજ પારનેરા શક્તિ કેન્દ્રના સંયોજક જયભાઈ ત્રિવેદીના આંગણે રાખવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના કોષાધ્યક્ષ શ્રી ધ્રુવિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભારતીય જનતા યુવા મોરચાના વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી પ્રભાકરભાઈ યાદવ, જિલ્લા મહામંત્રી શ્રી કેવિનભાઈ પટેલ અને શ્રી મયંકભાઈ પટેલ તથા વલસાડ તાલુકા પ્રમુખ શ્રી ઋષિરાજસિંહ ઠાકોર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ તાલુકા મહામંત્રી શ્રી આર્યન રાજગોર, શ્રી ભાગ્યેશ પટેલ સહિત જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. નવરાત્રીના પવિત્ર અવસર પર ભક્તોને નિશુલ્ક છાસ પીરસી સેવા કરવાનો આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને ભક્તોએ યુવા મોરચાના આ સેવાભાવને બિરદાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here