ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને માનવતાને શરમમાં મૂકી દેતી ઘટના સામે આવી છે. સાવકા પિતાએ પોતાની બે નાની દીકરીઓની હવસનો શિકાર બનાવીને તેમના પર વારંવાર દુષ્કર્મ આચર્યો અને બંનેને ગર્ભવતી બનાવી દીધી. ધમકીઓ અને ડરના વાતાવરણમાં વર્ષોથી સહન કરાવેલું આ અમાનુષી અત્યાચાર હવે બહાર આવ્યું છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ બંને દીકરીઓને વારંવાર ધમકાવીને તેમની સાથે અયોગ્ય વર્તન કરતો હતો. બાળકીઓએ આ દુઃખને વર્ષોથી છુપાવી રાખ્યું હતું, પરંતુ તાજેતરમાં ઘટના જાહેર થતાં ચીખલી પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે POCSO એક્ટ (બાળકોના યૌનિક અત્યાચારથી રક્ષણ અધિનિયમ) તથા અન્ય કડક કાયદાકીય કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાએ આખા વિસ્તારમાં ભારે આક્રોશ જગાવ્યો છે. સ્થાનિકો અને સામાજિક સંગઠનો આરોપીને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ આગળ વધારી છે અને બંને પીડિત બાળકીઓને તબીબી તપાસ તથા કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી કુરતાભરી ઘટનાઓ માનવ સમાજ માટે કલંક સમાન છે. પોલીસ તપાસના અંતિમ તબક્કામાં વધુ વિગતો સામે આવવાની સંભાવના છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here