સુરતની પ્રતિભાશાળી ક્રિકેટર કૃતિકા ચૌધરીને BCCIની સિનિયર વુમન્સ મલ્ટી-ડે ઇન્ટર-ઝોનલ ટુર્નામેન્ટ 2025-26 માટે વેસ્ટ ઝોન ટીમમાં સ્થાન મળ્યું સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની ઉભરતી સ્ટાર કૃતિકા ચૌધરીએ ફરી એકવાર પોતાની પ્રતિભા અને સતત પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.

BCCI દ્વારા આયોજિત સિનિયર વુમન્સ મલ્ટી-ડે ઇન્ટર-ઝોનલ ટુર્નામેન્ટ 2025-26 માટે તેમને વેસ્ટ ઝોન ટીમમાં પસંદ કરવામાં આવી છે. આ ઉપરાંત, કૃતિકાને સિનિયર વેસ્ટ ઝોન વન ડે ટ્રોફી 2025-26 માટે પણ પસંદગી મળી છે, જે તેમના ટોપ-લેવલ પરફોર્મન્સનો સ્પષ્ટ પુરાવો છે. SDCA અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી પણ તેમની આ સિદ્ધિને બહુમાન આપવામાં આવ્યું છે.

કૃતિકા ચૌધરીની આ સતત સફળતા સુરત તેમજ સમગ્ર ગુજરાત અને વેસ્ટ ઝોન માટે ગર્વની વાત છે. તેમની મહેનત, ડેડિકેશન અને પ્રતિભા તેમને આગળના સ્તર પર લઈ જશે તેવી અપેક્ષા છે. ગુજરાતના આદિવાસી સમાજના ક્રિકેટ પ્રેમીઓ તરફથી કૃતિકાને આગામી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી છે !


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here