ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના વિરવલ ગામમાં આજે એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. પરમ પૂજ્ય દિત્યા બાપાની પાવન ધરા તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળે રૂ. 80.04 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ પ્રાથમિક શાળાના 6 ઓરડાઓનું લોકાર્પણ ધરમપુરના માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ગણેશભાઈ, કારોબારી સદસ્ય શ્રી નવીનભાઈ, તાલુકા મહામંત્રી શ્રી વિમલભાઈ, સામાજિક આગેવાન શ્રી રમેશભાઈ, શ્રી દિનેશભાઈ, સરપંચ શ્રી પ્રતિકભાઈ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ડો. હેમંત પટેલએ આ પ્રસંગને પ્રેરણાદાયક ગણાવતાં જણાવ્યું કે આશરે 1500 વસ્તીવાળા આ ગામમાં 500થી વધુ ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા, જે શિક્ષણ પ્રત્યેની લોકોની ઊંડી સંવેદના દર્શાવે છે. શિક્ષિકાઓ દ્વારા કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું. વડીલો, મહિલાઓ અને યુવાનોનું વિશેષ યોગદાન અને સક્રિય સહભાગિતા જોવા મળી છે અને સરપંચ શ્રી પ્રતિકભાઈએ ઝીણવટભર્યું આયોજન અને માર્ગદર્શન આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. આ નવી શાળા ગામના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.











