વલસાડ: દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ ઘરચકલીઓના સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. આ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા વલસાડ તાલુકા દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપ ગુજરાત પ્રદેશની સૂચના અનુસાર આજે વલસાડ તાલુકાના દાદિયા ફળિયા તળાવ ખાતે ચકલી ઘર તેમજ કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ચકલીઓના સંરક્ષણ અંગે સ્થાનિક લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો.

કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વલસાડ તાલુકા મહામંત્રી સ્નેહલભાઈ પટેલ, તાલુકા મંત્રી કિન્નરીબેન શ્રોફ, ધરમપુર શહેર પ્રભારી જીતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વલસાડ જિલ્લા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મીતભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા આઈ.ટી. ઈનચાર્જ કનુભાઈ ભરવાડ, જિલ્લા યુવા મોરચા સોશિયલ મીડિયા ઈનચાર્જ કૃપલભાઈ ઠાકોર તથા વલસાડ તાલુકા યુવા મોરચાના અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દ્વારા યુવા મોરચાએ પર્યાવરણ સંરક્ષણ અને ચકલી જેવા સામાન્ય પક્ષીઓના જીવનને બચાવવાના પ્રયાસોમાં યોગદાન આપ્યું છે. આવા કાર્યક્રમો લોકોને પોતાના ઘર આંગણે ચકલી માટે નાના-નાના પગલાં લેવા પ્રેરિત કરે છે, જેમ કે ચકલી ઘર બનાવવું, પાણી અને દાણા મૂકવા વગેરે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ નેતાઓએ ચકલીઓને બચાવવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે સૌને અપીલ કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here