ધરમપુર: ગુજરાત સરકાર દ્વારા ફળવાયેલ 182 નવી બસો અંતર્ગત આજે ધરમપુર બસ ડેપો દ્વારા ધરમપુર-દાહોદ નવા રૂટની બસ સેવાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદ પટેલે લીલી ઝંડી આપીને બસને હરિયાળો પ્રસ્થાન કરાવ્યું.

આ નવી બસ સેવાથી ધરમપુર, વલસાડ જિલ્લા અને દાહોદ જિલ્લાના વચ્ચેના પ્રવાસને વધુ સરળ, સસ્તું અને સુવિધાયુક્ત બનશે. આ રૂટ પર ચાલનારી બસ ગ્રામીણ વિસ્તારોના લોકો માટે ખાસ ઉપયોગી સાબિત થશે, જેથી શિક્ષણ, આરોગ્ય, વેપાર અને રોજગાર જેવા ક્ષેત્રોમાં વધુ સરળતા આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી સદસ્ય શ્રી નવીનભાઈ ભોયા, ધરમપુર બસ ડેપોના મેનેજર, અન્ય કર્મચારીગણ તથા મોટી સંખ્યામાં મુસાફરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય શ્રી અરવિંદ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત સરકારના પ્રયાસોથી ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન સુવિધાઓ વધારવામાં આવી રહી છે, જેથી આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ સારી સુવિધાઓ મળી રહે.
આ નવા રૂટની શરૂઆતથી ધરમપુર બસ ડેપોની ક્ષમતા વધુ મજબૂત બનશે અને મુસાફરોને વધુ વિકલ્પો મળશે. ગુજરાત સરકાર અને GSRTCના આ પગલાને સ્થાનિક લોકો દ્વારા ખૂબ સરાહવામાં આવી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here