ખેરગામ: આજરોજ ખેરગામ પોલિસની ઢીલી નીતિરીતિ સામે અને ફરિયાદીઓની ફરિયાદ નહીં લેતી હોવાની વારંવાર ફરિયાદો સોસીયલ મીડિયા અને મીડિયામાં ઉઠતી આવેલ છે. ખેરગામ પંથકના અને આસપાસના વિસ્તારોના લોકોએ મોટી સંખ્યામાં નવસારી એસપી કચેરીમાં જઈ નવસારી એસપી સમક્ષ પોતપોતાની વેદના ઠાલવેલ હતી. તેમાં રૂમલા ગામની છોકરી પલક પટેલે પરિવારજનોના આક્ષેપ અનુસાર કથિત રીતે ગત 14 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી લીધેલ હોવા છતાં ખેરગામ પોલિસ બદઇરાદે સામાવાળા વગદાર હોવાથી કોઈ કાર્યવાહી નથી કરી રહી. આ ઉપરાંત વૈભવ વાઘીયા નામના યુવાને પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવેલ કે અમે છેલ્લા 5 વર્ષથી મારાં પિતાએ ખરીદેલ દુકાનનો કબ્જો મેળવવા માટે રીતસરના ફાંફા મારી રહેલ છે અને હાલમા અમને જાણકારી મળેલ છે કે આ દુકાન લાલજી પટેલ અને શૈલેષ પટેલ દ્વારા ખેરગામ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતા વલસાડ જિલ્લાના આદિજાતિ મદદનીશ કમિશનર બાબુભાઇ વળવીને વેચી દીધેલ તે બાબતે અરજી કરતા ગોકુળ પટેલ નામના ઈસમ દ્વારા ધાકધમકી આપવામાં આવેલ અને ખેરગામ પોલીસના જમાદાર હિતેશ પટેલ દ્વારા ફરિયાદ નહીં નોંધવા ઉપરથી જ ભારે દબાણ હોવાની વાત કરી ગુનાહિત છેતરપિંડીની ફરિયાદ નોંધવાની ના પાડી દીધેલ હતી.

બીજી બાજુ વર્ષાબેન નામક મહિલાએ જણાવ્યું હતું કે મને જીગર વ્યાસ નામક વ્યક્તિ દ્વારા અપહરણ કરી ઢોર માર મારેલ હોવા છતાં ખેરગામ પોલિસ દ્વારા માત્ર ટપલી લખી અપહરણ અને વ્યાજખોરીની કલમ નોંધેલ નહીં હતી અને પીઆઇ પીનલ મેડમ દ્વારા કેસ નહીં કરવા દબાણ કરવામાં આવ્યું હતું.

કાર્તિક પટેલ નામના યુવાને આક્રોશ સાથે જણાવ્યું હતું કે મને ફરિયાદ નોંધવા માટે મહિના સુધી ધક્કા ખવડાવવામાં આવેલ અને શરૂઆતમા તો આ મેટર ગાંધીનગરની છે એટલે તમારે ત્યાં ફરિયાદ કરવી પડશે એવું જુઠાણું ચલાવવામાં આવેલ હતું. આ બધા સાથે આવેલ સામાજિક આગેવાન વિજય ઉચ્ચકટારે દુઃખ વ્યક્ત કરતા જણાવેલ કે ખેરગામ પોલિસ બેવડા ધારાધોરણો હેઠળ કામ કરે છે.

ખેરગામના જાણીતા સામાજિક આગેવાન ડો.નિરવ પટેલ વિરુદ્ધ એકપણ પુરાવા વગર તાત્કાલિક FIR કરી દેવામાં આવે છે અને અમે PSI પઢેરિયાને પૂછવા ગયા તો શું કર્યે વિજયભાઈ ફરિયાદી રોતા રોતા આવ્યા એટલે અમારે ફરિયાદ નોંધવી પડી, તો શું પલકના મા બાપના આંસુઓ તમને દેખાતા નથી ? ડો.નિરવ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરનાર વ્યક્તિના મૃતક ભાઈ વિરુદ્ધ એક અઠવાડિયામા ગંભીર આક્ષેપોવાળી 3 અરજીઓ કરવામાં આવે છે તો પણ તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતી નથી અને આ જ વ્યક્તિઓ વૈભવ વાઘીયાના રૂપિયા લઇ લીધા બાદ દુકાન બીજાને વેચી કાઢી ફરિયાદ નહીં કરવા ધમકી આપવા ગોકુળ પટેલને મોકલે છે તેવા ઓની ફરિયાદ રાજકીય વગ અથવા આર્થિક કારણોસર તરત લેવાય જાય છે અને પલકના માબાપ ગરીબ હોય અને પલકને આત્મહત્યા કરવા મજબુર કરનાર કોલેજ પ્રશાશનવાળાઓ વિરુદ્ધ મહિનાઓ સુધી ફરિયાદ નોંધવામાં આવતી નથી.

ખેરગામ મહિલા PI પોતે જ કોર્ટની ભૂમિકા નિભાવતા હોય તેમ ગુનેગારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે તમે ફરિયાદ કરશો તો નકકામાં કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે એમ કરીને ધમકાવીને અને ધક્કાઓ ખવડાવી ફરિયાદીઓનું જ મનોબળ તોડવાની કામગીરી કરવામાં ભારે માહેર છે. આ બાબતે અમોએ મોટી સંખ્યામાં નવસારી જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરીએ આવી નવસારી જિલ્લા એસપી રાહુલ પટેલ સાહેબને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે અને જો અમને ન્યાય નહીં મળે તો અમે ખેરગામ પોલિસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન ચાલુ કરીશું તે વાત પણ કરી છે અને અમારા આંદોલનના લીધે ન્યાય વ્યવસ્થા ખોરવાય તો તેની સંપૂર્ણ જવાબદારી ખેરગામ પોલીસની રહેશે અને જરૂર પડ્યે અમે સામાવાળાઓ સાથે ખેરગામ પોલીસના કર્મચારીઓને પણ ફરજમાં બેદરકારી બદલ ન્યાયાલયમા લઇ જતા અચકાઈશું નહીં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here