ડાંગ: કૃષિ વિકાસની સાબિતી પૂરતા અને બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરતા ગુજરાત રાજ્યના છેવાડે મહારાષ્ટ્રને અડીને આવેલા ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના ખેડૂતો કાજુની ખેતી તરફ વળ્યા અને હવે ઘર આંગણે રોજગારી મેળવતા થયા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી ખેડૂતોના સહયોગથી કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ ચલાવે છે; સાથે જ કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના પણ કરાઈ છે, કાજુ પ્રોસેસિંગ દરમિયાન સ્થાનિક મહિલાઓને ઘરે બેઠા રોજગારી પૂરી પાડવામાં આવે છે.
બાગાયત વિભાગ દ્વારા ડાંગના જામલાપાડા ગામે કાજુના વેલ્યુ એડિશનનું આ અનોખું સ્ટાર્ટ-અપ શરૂ કરવામાં આવેલ છે. અહીં કાજુના ગ્રેડિંગ, પેકિંગ, સોર્ટિંગ અને પ્રોસેસિંગ કરીને વઘઇ-સાપુતારા આવતા પ્રવાસીઓ તેમજ અન્ય લોકોને કાજુનું વેચાણ કરવામાં આવે છે. સાથે જ સ્થાનિક ખેડૂતોને પણ બજાર સક્ષમ ભાવ આપવામાં આવે છે.











