આહવા: ગતરોજ ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગ દ્વારા પરમીટ વગરના સાગ, તેમજ ફર્નિચર બનાવવા માટેના સાધનો રાખવા બદલ ઉગા ગામાના વિનોદભાઈ તુળશીરામભાઈ ભગરે નામના ઇસમ પર કાર્યવાહી કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

દક્ષિણ નાયબ વન સંરક્ષક શ્રી નિરજ કુમારના માર્ગદર્શન હેઠળ ગતરોજ મદદનીશ વન સરંક્ષકશ્રી વનસ્પતિ ઉધાન વઘઈ રેજ ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી આરતી આર. ડામોર, વઘઈ, રેજ ફોરેસ્ટ ઓફિસર સાકરપાતળ તેમજ વઘઈ/ ચીચીનાંગાવઠા/સાકરપાતળ રેંજ સ્ટાફ તથા વઘઈ પોલીસ સ્ટાફ સાથે બાતમીના આધારે વિનોદભાઈ તુળશીરામભાઈ ભગરે રે. ઉગાના ઘરે તપાસ કરતાં બીન પાસ પરમીટ વગરના સાગી સાઈઝ નંગ-295 ઘ.મી 1.569 તથા ફર્નિચર બનાવવા માટેનાં રંધા મશીન, કટર મશીન જેવા મશીનો બન્નેનાં કુલ અંદાજીત રૂપિયા 1,65,000/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

આહવાના આરોપી વિનોદભાઈ તુળશીરામભાઈ ભગરેની અટકાયત કરી હતી. તેમજ વન વિભાગ દ્વારા આગળની તપાસની તપાસ હાથ ધરવામાં આવેલ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here