સુબીર : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગત તા 18/02/2026ના રોજ આખો દિવસ સવારે 9 વાગ્યે થી સાંજે 5 વાગ્યે સુધી વીજ કાપ મૂકી લાઈટ મેન્ટેનન્સ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમ છતાં છેલ્લા પાંચ દિવસથી સુબીર તાલુકાના પીપલદહાડ ગ્રામીણ વિસ્તારમાં વારંવાર લાઈટ કાપ થીતા વિદ્યાર્થીઓ દીવા તળે વાંચવા મજબૂર બન્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે.
Decision News સાથે વાત કરતાં વિદ્યાર્થીઓ જણાવે છે કે આજથી અમારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે અમને વાંચવા માટે વીજ કામથી પરેશાની થઇ રહી છે. તેમજ લોકો કહે છે કે વર્તમાન સમયમાં હોળીના તહેવાર નિમિત્તે રેશકાર્ડ ની દુકાનોની રાશન માટે કુપન સમય સર ન મળતા રાશનની સેવાઓ પણ ખોરવાઇ છે અને ખેડૂતો દ્વારા શિયાળુ પાક માટે અવારનવાર પાણી ભરવા પડતું હોય છે. લાઈટ કાપ થી લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે તેમજ વારંવાર લાઈટ કાપથી ઇલેક્ટ્રીક સાધનોને પણ નુકસાનનું જોખમ રહે છે.
વીજ કર્મીઓના વર્તુળમાંથી મળતી માહિતી મુજબ વીજ કર્મચારી ઓ દ્વારા યોગ્ય મેન્ટેનન્સને કામગીરી કરવામાં આવી નથી. તેમજ અમુક કર્મચારીઓ ઉપલા અધિકારીઓ દ્વારા સોપામાયેલું કામ બરાબર કરતા નથી તેથી આવી વારંવાર લાઈટ કાપ ની સમસ્યા થઇ રહી છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા સુબીર ખાતે આવેલી કચેરીઓનો સંપર્ક કરતા કર્મચારીઓ દ્વારા ગોળ ગોળ જવાબ આપીને લોકોને સમસ્યાનો સમાધાન લાવવાનું ટાળવા લાગ્યા હતા તેમજ હાલ આ વિસ્તાર ના લોકોની સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તે જરૂરી બન્યું છે.











