પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના મહુવાસ વિસ્તારમાં આવેલી સત્ય સાઈ સ્કૂલના ડાયરેક્ટર કમલેશ ઠાકોરના પુત્ર દીશાંત ઠાકોર (જે ખુદ પર સ્કુલના ડાયરેકટરપર) તેમની જ સ્કૂલમાં અભ્યાસ કરતી આદિવાસી સમાજની એક નાની વિદ્યાર્થીની સાથે શારીરિક છેડતી કરી સેક્સની માગણી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ કિસ્સો સ્થાનિક સ્તરે તીવ્ર ચર્ચાનો વિષય બન્યો છે.

Decision News ને સ્થાનિક સૂત્રો અનુસાર, કાકડવા ગામની આ વિદ્યાર્થીનીની ઉંમર 18 વર્ષથી ઓછી છે. ઠાકોર સમાજને કલંકિત કરતો  આરોપી દીશાંત ઠાકોરે સ્કૂલની અંદર જ તેની સાથે અનુચિત વર્તન કર્યું હોવાનો અને વારંવાર સેક્સની માગણી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના બહાર આવતાં સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસે આરોપી દીશાંત ઠાકોરની સ્કૂલમાંથી જ ધરપકડ કરી લીધી છે. તેમની સામે પોક્સો (બાળકો સામેના જાતીય અપરાધોના રક્ષણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કિસ્સામાં સત્ય સાઈ સ્કૂલના વહીવટી તંત્ર પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આવી ઘટના સ્કૂલની અંદર કેવી રીતે બની શકી ? આદિવાસી પરિવારના સભ્યોએ જણાવ્યું છે કે તેઓ ન્યાય મેળવવા માટે દઢ નિર્ધારી છે અને કોઈ પણ પ્રકારના દબાણ અથવા પૈસાના જોરને ટક્કર આપવા તૈયાર છે. ડાયરેક્ટર દીશાંત ઠાકોર પર આદિવાસી વિદ્યાર્થીની સાથે શારીરિક છેડતી અને પોક્સોનો ગુનો નોંધાયો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here