વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા યોજાયેલ ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ અને આદિવાસી સંમેલન ભવ્ય રીતે પાર પડ્યું. ગાંધી મેદાન ખાતે આયોજિત આ ઐતિહાસિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં આદિજાતિ સમાજના કાર્યકરો, આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેણે ભાજપ પ્રત્યે આદિવાસી સમાજના મજબૂત વિશ્વાસ અને સમર્થનને સ્પષ્ટ દર્શાવ્યું.

Decision News કાર્યક્રમમાં ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું. જિલ્લા તથા રાજ્ય સ્તરના અગ્રણી નેતાઓની ઉપસ્થિતિ અને કાર્યકરોની વિશાળ હાજરીએ સંમેલનને વધુ ઉત્સાહપૂર્ણ બનાવ્યું.

નવસારી ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. વિશાલ પટેલએ જણાવ્યું કે, “આ કાર્યક્રમમાં જિલ્લા અને રાજ્ય સ્તરના અગ્રણીઓની ઉપસ્થિતિ તેમજ હજારો કાર્યકરોની હાજરીએ સાબિત કરી દીધું છે કે આદિજાતિ સમાજ ભાજપ સાથે મજબૂતાઈથી જોડાયેલો છે. આ ઐતિહાસિક કાર્યક્રમનું સંચાલન કરવાનો અવસર પ્રાપ્ત થવો મારા માટે ગર્વની ક્ષણ હતી.” સંમેલન દરમિયાન આદિવાસી સંસ્કૃતિના રંગો ખીલ્યા હતા, ‘જય જોહાર’ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ કાર્યક્રમ પહેલાં વિશાળ રેલી પણ નીકળી હતી, જેણે વાંસદાના મુખ્ય માર્ગો પર ભાજપની તાકાતનું પ્રદર્શન કર્યું. આગામી ૨૦૨૭ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાયું હોવાનું માનવામાં આવે છે. આ ભવ્ય આયોજન ભાજપના આદિવાસી મોરચાની વધતી તાકાત અને ગુજરાતમાં આદિજાતિ સમાજ સાથેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસોનું પ્રતીક બન્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here