પારડી: ખેરલાવ ગામના સામર ફળિયામાં રહેતા અંદાજે 8 થી 10 પરિવારો માટે અવરજવર વર્ષોથી ગંભીર સમસ્યા બની રહી હતી. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન મળતા ગામજનો મુશ્કેલીઓનો સામનો કરતા હતા. ત્યારે ગામના યુવા અને દ્રષ્ટિવંત સરપંચ શ્રી મયંક પટેલે આ સમસ્યાને પ્રાથમિકતા આપી સતત અનુસંધાન અને વહીવટી તંત્ર સાથે સક્રિય સમન્વય સાધી અંતે વિકાસનો માર્ગ મોકળો કર્યો છે.

સરપંચ શ્રી મયંક પટેલના દ્રઢ નેતૃત્વ અને અથાગ પ્રયત્નોના પરિણામે વન અધિકાર અધિનિયમ, 2006 ની કલમ 3(2) હેઠળ અહીં ગ્રામ્ય રસ્તાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ રસ્તા પર આવેલ કોતર ઉપર “ચેક ડેમ કમ ક્રોસ વે” ના ખાતમુહૂર્તનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રોજેક્ટ માત્ર રસ્તો નહીં, પરંતુ અંત્યોદયના સિદ્ધાંતને સાકાર કરતું પગલું માનવામાં આવી રહ્યું છે — જ્યાં વિકાસ ગામના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે. કામ પૂર્ણ થયા બાદ સ્થાનિક પરિવારોને વર્ષભર સુરક્ષિત અને સરળ અવરજવર મળશે, જ્યારે ચેક ડેમના કારણે પાણી સંચય વધશે અને વિસ્તારને લાંબા ગાળે લાભ થશે.

ખેરલાવ ગામમાં ઝડપી ગતિએ થઈ રહેલા વિકાસકાર્યો સરપંચ શ્રી મયંક પટેલની કાર્યશૈલી, પ્રતિબદ્ધતા અને લોકહિત માટેના વિઝનને પ્રતિબિંબિત કરે છે. ગામજનોમાં પણ આ પહેલને લઈને આનંદ અને વિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here