ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકામાં આવેલ સાદડાપાણી ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એ અદભૂત કરામત કરી છે તાપી–કરજણ પાઇપલાઇન લિંક યોજના અતર્ગત ચાલી રહેલ પ્રોજેક્ટમાં સાદડાપાણી ગામના ખેડૂત વસાવા રૂપાભાઈ ખરજિયાની કબજા ભોગવટાની જમીનમાં પંપીંગ સ્ટેશન નંબર ૪ બનાવવા માટે સંપાદનની પ્રક્રિયા ચાલુ હોવા છતાં જમીનનો આગોતરો કબજો સિંચાઈ અધિકારીઓએ લઈ લીધો છે અને ખેડૂતને કોઈ પણ પ્રકારનું વળતર મળ્યું નથી ત્યારે સમગ્ર મામલે આદિવાસી ખેડૂત પરિવારે ન્યાય માંગવા કલેકટરશ્રી સુરતને આદિવાસી આગેવાનો સાથે લેખિત ફરિયાદ કરી છે ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે
તાપી–કરજણ લિંક પાઇપલાઇન યોજના અંતર્ગત સાદડાપાણી ગામે પમ્પિંગ સ્ટેશન નંબર ૪ માટે પ્રોજેક્ટ જાહેર કરી ખેડૂતના હિતમાં ન કરતા અધિકારીઓ મારફત ગેરકાયદેસર જમીન ઝૂંટવી લઈ બાંધકામ કરી દીધેલ છે ભારત સરકાર તથા સર્વોચ્ય ન્યાયાલય નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ નર્મદા વિસ્થાપિત એવોર્ડ મુજબ ખેડૂતને વળતર મળવું જોઈએ તે નહીં કરી જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધેલ છે જેથી તાત્કાલિક અસરથી સુઓમોટો લઈને લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે બંધારણની પાંચમી અનુસૂચિ વિસ્તારમાં જવાબદાર અધિકારીઓ અને જે તે બાંધકામ એજન્સી મારફત જમીન ચોરી લઈને પ્રોજેક્ટના નાણા સગેવગે કર્યા હોવાથી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલા ભરવામાં આવે એવી માંગ કરી છે
જે બાબતે આદિવાસી કર્મશીલ અખિલ ચૌધરીએ જણાવ્યું છે કે સુરત જિલ્લામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની એક સમાંતર સરકાર ચાલી રહી છે જે ખેડૂતોની જમીન ચોરી કરે છે અને અનેક ભ્રષ્ટાચાર કરે છે આવા અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી તથા આદિવાસી આગેવાન સ્નેહલ વસાવા દ્વારા જણાવ્યું કે ખેડૂતોને પાણી મળે એ સારી બાબત છે પરંતુ ખેતરજ લઈ લેવામાં આવશે તો ખેડૂત પાણી કયા પીવડાવશે આ યોજના ખેડૂતોના હિત માટે બની છે તો ખેડૂતોને કોઈ પણ નુકશાન નહીં થવું જોઈએ સમગ્ર બાબતે સુરત જિલ્લામાં ઘટના બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર આવા અધિકારીઓ સામે કાયદેસરના પગલા ભરશે અને ખેડૂતને ન્યાય આપશે કે નહીં











