વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામના વર્ષોથી કોંગ્રેસ પક્ષના કર્મઠ કાર્યકર્તા તરીકે જવાબદારી નિભાવનારા અને છેવાડાના સમાજના લોકોના મુદ્દાને વાચા આપનારા રાહુલભાઈ મોહનભાઈ પટેલની વલસાડ જિલ્લા ST સેલના પ્રમુખ નિમણૂંક કરવામાં આવી છે

Decision News ને મળેલી જાણકારી મુજબ ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી ડૉ. વિક્રાંતભાઈ ભુરીયા (ધારસભ્ય) સાહેબશ્રીની સંમતિથી આપની આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રી તરીકે રાહુલભાઈ મોહનભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે આ યુવા નેતૃત્વની પસંદગી બદલ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે

કોંગ્રેસ પક્ષ તરફથી મળેલા પત્ર મુજબ રાહુલ પટેલ પાસે આ જવાબદારી સાથે આપશ્રીને પક્ષની નિતીઓ તથા અનુસુચિત આદિજાતી સમાજના હિતોમાં કાર્ય કરવાની અપેક્ષા કરવામાં આવી છે. હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ટીમને મજબૂત બનાવી અનુસૂચિત આદિજાતિના લોકો સુધી કોંગ્રેસની વિચારધારા અને નિતીઓને પહોંચાડવીની રહેશે અને જવાબદારી ઇમાનદારી અને પ્રતિબધ્ધતાથી જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here