પારડી: ખેરલાવ ગામ, પારડી તાલુકા (વલસાડ) ખાતે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ₹ 1.42 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન પ્રાથમિક શાળા મકાનના લોકાર્પણ તથા ₹35 લાખના ખર્ચે નિર્માણાધીન લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈજીના શુભ હસ્તે કરવામાં આવ્યું
Decision News સાથે વાત કરતાં કપરાડાના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જણાવે છે કે આ પ્રસંગે સહભાગી બનવાનો અવસર મળ્યો. આ અવસરે શાળાના સ્ટાફ સભ્યોના વિદાય સમારંભ પણ યોજાયો. વર્ષો સુધી સમર્પિત ભાવથી શિક્ષણ સેવા આપનાર શિક્ષકોને કૃતજ્ઞતાપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા. આધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા હવે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ઉત્તમ માહોલ પૂરો પાડશે.
લાઈબ્રેરી ગામના યુવાનોને GPSC, UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા અને માર્ગદર્શન આપશે – જ્ઞાન અને સંસ્કાર બંનેનો વિકાસ થાય એ જ સાચું શિક્ષણ. વિધાર્થીઓ ભણતર દ્વારા પોતાના સપનાઓ સાકાર કરે અને દેશના વિકાસમાં યોગદાન આપી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરે એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલે કહ્યું કે શાળા ના નવનિર્મિત મકાન ના લોકાર્પણ તથા પુસ્તકાલય ના ખાતમુહુર્ત જેવા શુભ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી આપની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું. આ બદલ આપને હૃદયપૂર્વક આભાર વંદન.











