ચીખલી: આજરોજ ચીખલી અને વાંસદા વન વિભાગે એક સંયુક્ત ઓપરેશનમાં ગોડથલ ગામેથી 18 ટન ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી છે. આ મામલે આંતરરાજ્ય કક્ષાએ કુખ્યાત લાકડા તસ્કર અર્જુન નિછાભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આ ધરપકડ બાદ પંથકમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે વર્ષોથી ચાલતા આ કાળા કારોબાર પાછળ કોઈ મોટું રાજકીય પીઠબળ કામ કરી રહ્યું છે.

Decision news ને મળેલી માહિતી મુજબ ચીખલી વિસ્તારમાં આટલા મોટા પાયે ગેરકાયદેસર આંતરરાજ્ય નેટવર્ક ચલાવવું કોઈ રાજકીય આશીર્વાદ વગર શક્ય નથી. ​સ્થળ: પટેલ ફળિયું, ગામ ગોડથલ, તા. ચીખલી. ​મુદ્દામાલ: GJ-15-AX-0644 નંબરની ટ્રકમાં ભરેલા પાસ-પરમિટ વગરના કાચા અને છોલેલા અનામત ખેરના લાકડા, ​કુલ જથ્થો: અંદાજે 18 ટન (કિંમત લાખો રૂપિયામાં).
​વર્તમાન સ્થિતિ: જપ્ત કરાયેલ મુદ્દામાલ એંધલ ડેપો ખાતે જમા કરી કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.

​રાજકીય સમીકરણો અને લોકચર્ચા:
​વર્ષોથી ગેરકાયદેસર લાકડાની તસ્કરીમાં સંડોવાયેલો અર્જુન પટેલ અત્યાર સુધી વન વિભાગની પકડથી દૂર રહ્યો હતો. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, આટલા મોટા પાયે આંતરરાજ્ય નેટવર્ક ચલાવવું કોઈ રાજકીય આશીર્વાદ વગર શક્ય નથી.
​સ્થાનિકોમાં ચર્ચા છે કે આ રેકેટના મૂળિયાં ઘણા ઊંડા છે. વન વિભાગની આ કાર્યવાહીથી સફેદ વસ્ત્રધારી નેતાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. તપાસ જો તટસ્થ રીતે થાય, તો અનેક ‘મોટા માથાઓ’ ના નામ ખુલે તેવી પૂરેપૂરી શક્યતા છે. ​વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે આ ગેરકાયદેસર કૌભાંડમાં અર્જુન પટેલને કોનું સંરક્ષણ મળી રહ્યું હતું અને આ કાળી કમાણીનો હિસ્સો ક્યાં સુધી પહોંચતો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here