મહારાષ્ટ્ર: રાજકારણમાંથી અત્યંત અ આઘાતજનક અને માઠી ઘટના બની છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન બારામતી પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ભયાનક અકસ્માતમાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ DGCA દ્વારા કરવામાં આવી છે.
અકસ્માતની મળતી માહિતી મુજબ, અજિત પવાર મુંબઈથી બારામતી ખાતે જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર અર્થે ચાર જંગી રેલીઓને સંબોધવા જઈ રહ્યા હતા. બારામતીમાં લેન્ડિંગનો પ્રયાસ કરી રહેલું તેમનું વિમાન અચાનક સંતુલન ગુમાવી બેઠું હતું અને નજીકના ખેતરમાં ધડાકાભેર ખાબક્યું હતું. વિમાન જમીન સાથે અથડાતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
દ્રશ્યો જોઈ હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિઘટનાસ્થળ પરથી સામે આવેલા વીડિયો અને તસવીરોમાં જોવા મળે છે કે વિમાનના ટુકડે-ટુકડા થઈ ગયા છે અને સમગ્ર વિસ્તાર ગાઢ ધુમાડાથી ભરાઈ ગયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે આખું વિમાન રાખમાં ફેરવાઈ ગયું હતું. અજિત પવારની સાથે તેમના સુરક્ષા ગાર્ડ, પાયલટની ટીમ અને અન્ય કર્મચારીઓ પણ વિમાનમાં હાજર હતા. દુર્ભાગ્યવશ, આ દુર્ઘટનામાં કોઈ પણ જીવિત બચ્યું નથી. તંત્ર દ્વારા તપાસના આદેશ ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
DGCA (Directorate General of Civil Aviation) એ પ્રાથમિક તપાસ બાદ તમામ 5 વ્યક્તિઓના મોતના સમાચારની પુષ્ટિ કરી છે. વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે ખરાબ હવામાન જવાબદાર હતું, તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સમાચાર ફેલાતા જ સમગ્ર મહારાષ્ટ્ર અને દેશના રાજકીય આલમમાં શોકની લહેર છવાઈ ગઈ છે.











