વલસાડ: આજરોજ વલસાડના પારનેરા ડુંગર પરથી એક અજાણ્યા વ્યક્તિનો ડીકમ્પોઝ હાલતમાં અડધી લાશ મળ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી લાશનો કબજો લીધા બાદ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે પારનેરા ડુંગરની તળેટીમાંથી પસાર થતા સ્થાનિક લોકોને દુર્ગંધ આવતા તેઓએ તપાસ કરી તો એક ઝાડ પર નાયલોનના દોરા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની અડધી લાશ જોવા મળી.. મૃતકનો કમરથી નીચેનો ભાગ પ્રાણીઓ દ્વારા ખાય ગયા હોવાનું અનુમાન હાલમાં લોકો કરી રહ્યા છે. સ્થાનિકોએ આ લાશ વિષે તાત્કાલિક મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સરપંચને સુચના આપી અને ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

વલસાડ રૂરલ પોલીસના PI એસ એન ગડું અને તેમની ટીમ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ કરતા ઝાડ સાથે નાયલોનના દોરા વડે ફાંસો ખાધેલી હાલતમાં કમરથી ઉપરનો ભાગ જ મળ્યો હતો. લાશ પાસેથી એક પાકીટ અને મોબાઈલ ફોન પણ મળ્યો છે. મૃતદેહનો કબજો લઈ વલસાડ FSL ટીમની મદદથી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here