કપરાડા: ગતરોજ 26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન નિમિત્તે આચાર્યશ્રી સરકારી માધ્યમિક શાળા, વાવર ખાતે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય દ્વારા જાનદાર અને પ્રેરણા દાયી બાળકોને ઉદબોધન કરવામાં આવ્યું હતું.

​તેમણે કહ્યું કે વહાલા વિદ્યાર્થીઓ, ​આજે આપણે સૌ ભારતનો ૭૭મો પ્રજાસત્તાક દિન ઉજવવા માટે એકઠા થયા છીએ. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક લોકશાહી રાષ્ટ્ર બન્યું. આ દિવસ માત્ર ધ્વજવંદનનો નથી, પરંતુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડાયેલા બંધારણને યાદ કરવાનો દિવસ છે. આપણું બંધારણ આપણને સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાના અધિકારો આપે છે. મારા વહાલા વિદ્યાર્થીઓ, તમે આ દેશનું ભવિષ્ય છો. એક સાચા નાગરિક તરીકે તમારી ફરજ છે કે તમે શિસ્તનું પાલન કરો, અભ્યાસમાં મહેનત કરી દેશના વિકાસમાં ફાળો આપો, દેશની સંપત્તિ અને પર્યાવરણનું જતન કરો. ​આવો, આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા આચરણ દ્વારા ભારતને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવીશું.

ગામના સદર્ભમાં કહ્યું કે, શાળાનો વિકાસ ગામ થકી જ થશે, ગ્રામ પંચાયત થકી, તમામના સાથ સહકારથી ગામને સુંદર શાળા બનાવવાનો પ્રયત્ન કરીશું, એની સાથે જ ધોરણ 9 અને 10 ના પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને, શાળાના આચાર્યશ્રી અને સૂર્યકાંતભાઈ, સ્ટાફ ગણ, તથા, સરપંચ શ્રી દ્વારા પ્રોત્સાહિત ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here