વલસાડ: ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી એમ.ડી.પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી નિરવ પટેલ દ્વારા વલસાડમાં છાંયડો પેથોલોજી લેબોરેટરીમા સાડા આઠ વર્ષ કરતા વધું સમયથી સફળતા બાદ નવા સ્થળે મણિબાગની સામે SBI બેંકની ઉપર ડો.હરિતા ક્લિનિકમા છાંયડો પેથોલોજી લેબોરેટરીનો 26 મી જાન્યુઆરીના રોજ 77 મા પ્રજાસત્તાક પર્વ નિમિતે પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે Decision News સાથે વાત કરતાં સંચાલક ડો.દિવ્યાંગી પટેલે જણાવ્યું હતું કે વલસાડ હોય કે,અનાવલ,અટગામ અને ખેરગામ દરેક જગ્યાએ દર્દીઓનો અમને અઢળક સહકાર અને પ્રેમ મળ્યો છે.આથી પ્રજાસત્તાક દિવસથી મહાશિવરાત્રીના પર્વ સુધી દરેક દર્દીઓને લેબોરેટરીમા તપાસમા 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને 3 કિલોમીટર સુધીના વિસ્તારોમાં અને હજાર રૂપિયાથી થી વધુના રિપોર્ટમાં તેમજ સૈનિકો,સૈનિકોના પરિવારજનો,70 વર્ષથી વધુ ઉંમરના વડીલો,શારીરિક-માનસિક દિવ્યાંગો,સિકલસેલ એનિમિયાના દર્દીઓને કાયમ માટે વિશેષ રાહત દરે રિપોર્ટ કરી આપવામાં આવશે.
અમારા પ્રયત્નો દરેક દર્દીઓને પ્રામાણિકતાથી તથ્યપૂર્ણ અને એમના રોગોનું સારવારમા મદદરૂપ થાય એવા રિપોર્ટ આપવાનો રહેશે કારણકે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેન્સન અનુસાર તમારી માંદગીની સારવારના 70% સુધીના નિર્ણયો તમારા ડાયગનોસ્ટિક રિપોર્ટ્સ પર આધારિત હોય છે.વધુ માહીતી માટે 7600436277, 9099716277 નંબર પર સંપર્ક કરી શકો છો.











