વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના હિલસ્ટેશન ખાટાઆંબા ખાતે દુબઇમાં પાકિસ્તાન સામે વર્લ્ડકપ વિજેતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નરેશ તુમ્બડા,પ્રવીણ,રાકેશ,પંકજ,નિલેશ,જયેશ,વિપુલ,જયદીપ,આદિત્ય,દુબળ ફળીયા સરપંચ મહેન્દ્રભાઈ સહિતના અનેક યુવાનો દ્વારા ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ, સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, માજી સાંસદ અમરસિંહ ચૌધરી, આદિવાસી સેના પ્રમુખ ડો.પંકજ પટેલ,તાપી પાર રિવર લિંક ડેમ વિરોધ સમિતિ અઘ્યક્ષ બારકીયાભાઈ, વાંસદા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગાંવિત, ભગવતી માહલા, દિનેશ માહલા, કેયુર કોકણી, ઉત્પલ ચૌધરી, સેજલ ગરાસિયા, કળમ ડુંગરના ગમજુભાઈ, કલ્પેશ પટેલ, મોટી ઢોલડુંગરી સરપંચ સુનિતા પટેલ, ઉમેશ મોગરાવાડી, નિર્મલ, મુકુંદ, મયુર સહિતના આગેવાનો અને ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉમટયા હતા.

કાર્યક્રમમા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સેના પ્રમુખ પંકજ પટેલે અને માજી સાંસદ અમરસિંહ ચૌધરીએ લોકોને જળ,જંગલ,જમીનની જાળવણી માટે ભાર આપ્યો હતો. ડો નિરવ પટેલે યુવાનોમાં વધી રહેલ દારૂ-ચરસ-ગાંજા-અફીણ-મેફેડ્રિન જેવા જિંદગી બરબાદ કરતા વ્યસન, ઘટી રહેલ શિક્ષણ અને ઇઝી મની માટે મ્યુલ એકાઉન્ટ જેવા શોર્ટકટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને સંગઠનનાં અભાવે રોટેશનનાં નામ પર જ્યાં જ્યાં આદિવાસીઓની બહુમતિ છે ત્યાંની સીટો અન્ય વર્ગોને તેમજ જ્યાં અન્ય સમાજોની બહુમતિ છે તેવા વિસ્તારોમાં આદિવાસી સીટો ફાળવીને તમામ સમાજને અન્યાય કર્યો છે.

નિકુંજ ગાંવિતે આદિવાસી સમાજમાં યુવાનોમાં વધી રહેલ સુગર-પ્રેસર સહિતની બીમારઓથી બચવા સ્થાનિકોને આળીમ, વાંસકીલ સહીત અનેકે સ્વાસ્થ્યપ્રદ ખોરાકને બજારમાં વેચવા કરતા પોતે ખાઈને ઠંડાપીણા અને વ્યસનોથી દૂર રહેવા અપીલ કરી હતી.અન્ય આગેવાનોએ વધતા પુંજીવાદ અને વિકાસની આંધળી દોડ અને મૃગજળની તૃષ્ણામા અરવલ્લી જ નહીં, સહ્યાદ્રિ,સાતપુડા સહીત અનેક ડુંગરો અને પ્રકૃતિ જોખમમા મુકાયી છે તેમજ વનવિભાગના આર્થિક કમાણીલક્ષી વલણને લીધે ફળફુલ-છાંયડો આપતાં ઘટાદાર ઝાડોને બદલે મોટાભાગે સાગ-વાંસ જેવા કપાયા બાદ જ કામ આવતા ઝાડો રોપવામાં આવતા હોવાથી તેમજ બિનજરૂરી વૃક્ષનાં નીકંદન કાઢતા દીપડા જેવા હિંસક પશુઓ શહેરી વિસ્તારોમાં ઘુસવા લાગ્યા છે. શ્રદ્ધા-રિદ્ધિ ટ્રાયબલ,રૂદ્ર પટેલનાં વક્તવ્ય, વાલોડનાં કોંકણી નૃત્ય, આદિવાસી રૅપ સોન્ગ ચાલ ભાત કાપુલા જેવી મનમોહક કૃતિઓએ દર્શકોના મનમોહી લીધા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here