ભરૂચ: આજરોજ ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં ચકચાર મચેલી જોવા મળી રહી છે, પણ આ આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી
Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના હેડક્વાર્ટર આપઘાત કાર્યની માહિતી મળતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગયા હતા અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
આ આપઘાતની ઘટનાને લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ અને અન્ય આગળની વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કરી દીધા હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. છ











