વલસાડ: આજરોજ વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણી મુકેશ પટેલ દ્વારા સતત બીજા વર્ષે આદિવાસી એકતા કપ સીઝન 2 નું આયોજન કરવામાં આવ્યું જેમાં 12 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ફાયનલમાં ધનોરી અને તણાબા વચ્ચે રસપ્રદ જંગ થયો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ આદિવાસી એકતા કપ સીઝન 2 માં દિવ્યેશ ઘનોરીની ટીમનો ભવ્ય વિજય થયો હતો. મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ ધનોરીના અજયે જીતતા ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર વધાવી લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈલેષભાઈ, ભરતભાઈ, દલપતભાઈ મંડપ, મેહુલ, કેતન, રાજ, વિશાલ, મયંક, અજય લાઈટ, પિયુષ, રાકેશ અને તીઘરા, અંડરગોટા, ભાણજી ફળીયાના યુવાનોએ ખુબ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખશ્રી અને ખેરગામના જાણીતા સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ, પ્રોફેસર નિરલ પટેલ, મનીષ ઢોડિયા, દલપત પટેલ, જમાદાર હસમુખ પટેલ, જમાદાર સુરેશ પટેલ, ભાવેશ, ભાવિન, મયુર, મૌલીક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here