ગુજરાત: આજે દેશના અને ગુજરાત ના યુવા IPS અધિકારી ની વાત કરવી છે.. નામ તો આપણે બધાએ સાભળ્યું જ છે. અને બધાએ મીડિયામાં વિડીઓ પણ જોયા જ હશે. આપણા ગુજરાત અને બનાસકાંઠાનુ ગૌરવ છે એવા યુવા IPS અધિકારી શ્રી.સફીહસન.. જે પ્રમાણે તેમની વાતો સાંભળી છે એ પ્રમાણે આપણે જાણકારી મેળવીશું..

શ્રી.સફીહસન માતપિતા ગરીબ હતા એટલે ટૂંકમાં સાહેબ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે. મમી રોટલી વણવા જતા હતા અને પપ્પા હીરા ઘસતા હતા, સાહેબનુ શિક્ષણ ગુજરાતી સરકારી પ્રાથમિક શાળા કાણોદર ગામ માંથી મેળવ્યું છે. સાહેબ ભણવામાં બહુ હોશિયાર હતા. પરંતુ એના કરતાં ઘરની જવાબદારી વધારે હતી, જ્યારે સાહેબ UPSC ની તૈયારી કરતા હતા, ત્યારેય અમુક લોકોએ ટોણો માર્યો હતો, તું પેલા નાની નોકરી લઈ લે પછી મોટો સાહેબ બનજે, તારા ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે નાની નોકરીની જરૂર છે, આ શબ્દો સફીહસનના મગજ ઉપર ચડી ગયા, અને નિર્ણય લીધો કે હું મોટો સાહેબ બનીને બતાવીશ. સાહેબ 2018 માં UPSC પરીક્ષા પાસ કરીને ગુજરાતના નહી આખા દેશના યુવા IPS બનીને એમના માબાપનું નામ રોશન કર્યું. એટલું નહીં આખા ગુજરાત અને બનાસકાંઠા જીલ્લાનું નામ રોશન કર્યુ. સાહેબનું પહેલું પોસ્ટિંગ ભાવનગર હતું એ પછી અમદાવાદ સિટીમાં ટ્રાફિક DCP તરીકે થઈ અને હાલ મહીસાગર જિલ્લાના પોલીસ વડા તરીકે ચાલુ છે.

સફીહસનને હું સોશિયલ મીડિયા દ્વારા સારી રીતે ઓળખું છું અને ચાહક છું. સફીહસન પોલીસ ખાતાના આઇકોન છે અને દેશના સારામાં સારા મોટીવેશન વ્યક્તિ છે. એમનું લેક્ચર સાંભળી ભલા ભલા વિધાર્થીઓને જીંદગીમાં ઉત્સાહ આવી જાય અને કંઈક કરવાની ભાવના જાગી જતી હોય છે. તે ખૂબ નોલેજ ધરાવે છે. જાતિવાદ અને ધર્મવાદના સખ્ત વિરોધી છે, સાહેબ માટે બધા જ લોકો સમાન છે. તેનો મુખ્ય ઉદેશ્ય શિક્ષણ જ છે, શિક્ષણ સિવાય તમારો ઉધાર કરવા કોઈ નહીં આવે, સાહેબનું એક સૂત્ર યાદ આવી ગયું. એક સભામાં સફીહસન કહ્યું હતું દેશને મંદિર મસ્જિદ કરતા.. પુસ્તકાલય ની જરૂર છે. જેમાંથી હજારો વિધાર્થીઓનું ભાવી નક્કી થશે અને આગળ વધશે, સફીહસન બધી જ જગ્યાએ જાય છે અને મહેમાન બને છે. હમણાં આદિવાસી પટ્ટામાં જોબ છે એટલે ટીમલી રમતા જોવા મળે છે, અમદાવાદ હતા એટલે ગરબા રમતા જોવા મળતા હતા, ભાવનગર હતા એટલે કથામાં જતા જોવા મળતા હતા, ટૂંકમાં તે બધા જોડે ભળી જાય છે. એમને IPS જેવું કોઈ અભિમાન નથી, બધાની ફરિયાદ કે વાત ધ્યાનથી સાંભળે છે, પોલીસ ખાતામાં આવા અધિકારી સાહેબો ની ખૂબ જરૂર છે, જે લોકો અને કર્મચારીઓનું ધ્યાન રાખે, આપણે ગુજરાતના લોકો એ ગર્વ લેવો જોઈએ કે દેશના સૌથી નાના IPS આપણા ગુજરાતના છે.

BY: R.S Galsar


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here