ગુજરાત: આદિવાસી એકતા પરિષદ દ્વારા આયોજીત દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી એ યોજાતા ત્રીદિવસીય આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન માં ભારતભર ના અલગ અલગ રાજ્યો માંથી લાખો ની સંખ્યા માં આદિવાસી ઓ એકત્રિત થઈ આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી જીવનશૈલી તેમજ આદિવાસી કલાઓ થકી દુનિયા ને સ્વાવલંબી જીવન કેવી રીતે જીવી શકાય અને પ્રકૃતિ ને ઓછામાં ઓછું નુકસાન થાય ,અને ભોગવાદી જીવન પધ્ધતિઓ થી દુર રહી પ્રકૃતિના નિયમો ને ધ્યાનમાં રાખી પૃથ્વી પર ના તમામ જીવ સૃષ્ટી ને નુકસાન નહીં પહોંચે તેવી જીવન પધ્ધતિઓ અપનાવી પૃથ્વી પર ની હવા, પાણી સહિત પુરી પૃથ્વી શુધ્ધ રહે અને પૃથ્વી પર ના તમામ જીવો તંદુરસ્ત અને સ્વસ્થ લાંબુ જીવન જીવી શકે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તે હેતુથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા તેત્રીસ વર્ષ થી આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજીને દેશ-દુનિયામાં પર્યાવરણ અને પ્રકૃતિ સુરક્ષા પ્રત્યે લોકોએ ખુદ સભાનતા કેળવે તે સંદેશ આપતો કાર્યક્રમ એટલે આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન.
આદિવાસી એકતા પરિષદે દર વર્ષે ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી એ જ મહાસંમેલન રાખવા પાછળ નુ કારણ એ છે કે જેમ પૃથ્વી ( કુદરત) પોતાની દિશા બદલે છે તેમ આદિવાસી એકતા પરિષદ પણ ભોગવાદી જીવન પધ્ધતિઓ ની દિશા બદલે અને પ્રાકૃતિક જીવન શૈલી અપનાવે તેવો સંદેશ આ દિવસે આપવા નો ઉદ્દેશ્ય છે.૧૪ મી જાન્યુઆરી થી પ્રુથ્વી દક્ષિણ થી ઉત્તર દિશા તરફ, જમણી બાજુ ભ્રમણ કરે છે, આમ ખગોળીય રીતે દુનિયા માટે વર્ષ ની શરૂઆત કહેવાય, અને વર્ષ ની શરૂઆત થી જ આપણે પૃથ્વીને બચાવવા માટે લોકો ને જાગૃત કરીએ અને એક વૈચારિક આંદોલન છેડીએ તે છે.
આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં ખાસ કરીને મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી, બિહાર, ઝારખંડ ઉપરાંત છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર ના લેહ લદ્દાખ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા તેમજ આદિવાસી વસ્તી ધરાવતા અન્ય દેશો માં થી પણ આદિવાસી ઓ એકત્રિત થતા હોય છે.
આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં આદિવાસીઓ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ , આદિવાસી શસ્ત્રો હાથમાં રાખી પોતાના આદિવાસી વાજિંત્રો ના તાલે તાલબદ્ધ રીતે નાચતા કૂદતાં રેલી સ્વરૂપે રેલી યોજાઇ છે,કાર્યક્રમ નું ઉદઘાટન પોતાના આરાધ્ય આદિવાસી દેવતાઓ, પોતાના ખત્રી પૂર્વજો ને યાદ કરી તથા સાથે ધરતી વંદના પ્રાર્થના સાથે કરવા માં આવે છે.
ધરતી વંદના ના શબ્દો આ પ્રમાણે છે
નાય ભૂલજી આમુ નાય ભૂલજી ઈયહુ ધોરતી આખીને નાય ભૂલજી
ઇયુ ધોરતી પે પાનને ફુલે, પાન ને ફુલે પાનને ફુલે
મનમે પોળે તાહા પાન તોળજી,
ફુલેહ તોળજી નાય ભૂલજી
ઈયુહ ધોરતી પે અન્નપાણી,
મનોમે પળે તો અન્ન ખાવેજી,
પાણીહો પિયેજી નાય ભૂલજી,
યેહુ ધોરતી પે જીવે બદા,
હિલીમીલી ને દિહે કાઢેજી
હારુ જીવેજી નાય ભૂલજી.
ઉપરોક્ત ગીત નો અર્થ એ થાય છે કે આદિવાસી ઓ માને છે કે ધરતી એ જ સર્વસ્વ છે,સૌ પ્રથમ આપણે ધરતી છે તો જ એના પર રહી ને જીવન વ્યતીત કરી રહ્યા છીએ, ધરતી છે તો આકાશ છે, આકાશ છે તો વેકયુમ થકી પવન છે,પવન છે તો અગ્નિ છે, અને અગ્નિ એટલે કે ગરમી છે તો જ વરસાદ અને પાણી છે, આ પ્રકૃતિના પાંચ તત્વો એ જ સર્વસ્વ છે, પ્રકૃતિના નિયમો ને ખુબ જ સારી રીતે જાણતો આદિવાસી સમાજ હંમેશાં પ્રકૃતિ એ જ સર્વસ્વ છે, જીવન છે તેમ માનીને આ ગીતનાં શબ્દો નુ વિવરણ કરીએ તો જે ધરતી ના લીધે જ આપણે અહીં ટકી રહેવા પામ્યા છે જેનો ઉપકાર ક્યારેય નહીં ભૂલવો જોઇએ, ધરતી પર ઘણા બધા ફળ ફુલ ખીલે છે જે પૃથ્વી પર ના તમામ જીવો માટે છે જેનું આપણે સૌ એ ખપ પૂરતું લેવું જોઈએ અને બાકીનું અન્ય જીવો માટે છોડી દેવું જોઈએ,અનાજ પાણી એ પણ આપણું એકલા નુ નથી ,આપણો એકલા નો અધિકાર નથી, સુષ્ટિ ના તમામ જીવો માટે છે, અહીં આ ગીત ની કડી માણસ ની સંગ્રહ ખોરી દાનત પર તમાચો મારે છે અને જરુરીયાત પુરતું જ લેવા ની શિખ આપે છે અને સુષ્ટિ પર ના તમામ જીવોનો હક અને અધિકાર છે તેમ જણાવે છે અને પ્રકૃતિ ને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડી જીવન જીવવા માટે ની વાત મુકે છે.
આદિવાસી એકતા પરિષદ ના આ આંતરરાષ્ટ્રિય સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં ભારતભર માંથી લાખો લોકો આવે છે પરંતુ ક્યાંય અવ્યવસ્થા કે અફરાતફરી જેવી સ્થિતિ નુ નિર્માણ થતું નથી,આદિવાસી ઓ સ્વયંશિસ્ત માં માનનારો સમુદાય છે,જે પોતાને કોઈ નુકસાન નહીં પહોંચે તેવી જ રીતે અન્ય કોઈ ને પણ નુકસાન નહીં પહોંચે તેવી રીતે વર્તનારો સમુદાય છે.
કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો, યુવાઓ તેમજ મહિલા ઓ માટે અલગ અલગ સત્ર રાખવામાં આવે છે,જેમાં અલગ અલગ રાજ્યોમાં થી આવેલા મહાનુભાવો,યુવાઓ, મહીલાઓ એ સમાજ ની દશા અને દિશા તથા સમાજ ની મુળભૂતની સમસ્યાઓ અને તેમાંથી સમાજ ને કઈ રીતે દિશા મળે તે બાબતો પર ગહન ચિંતન કરવામાં આવે છે અને આવનારા પડકારો સામે કઈ રીતે સૌ સાથે મળી ને લડવું જોઈએ તે બાબતે ખુદને તૈયાર કરવા માટે નો સંદેશ અપાય છે. આમ આદિવાસી એકતા પરિષદ ના આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત માં થી હજારો ની સંખ્યામાં લોકો મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લા ના નેપાનગર નજીક ના ચેનપુરા ખાતે પહોંચી રહ્યા છે તેમ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંગભાઈ રાઠવા એ જણાવ્યું હતું.











