વલસાડ: ફલધરા ગામમાં ડો હેમંત પટેલ અને ફલધરા ગામ દ્વારા ‘આદિવાસી આંગણે’ ઉત્સવ સંસ્કૃતિનો મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ધ્યેય વિસરાતી જતી આદિવાસી સંસ્કૃતિ, કળા, વાનગીઓ અને રમતોનું જતન કરવા પ્રદર્શન કરી નવીપીઢી સિધી લઇ જવાનો હતો.

મેળામાં બાળકોએ વિસરાયેલી પરંપરાગત રમતોનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત, પ્રાચીન પરંપરાગત આદિવાસી વાનગીઓના સ્ટોલની પણ લોકોએ મજા લીધી હતી. આ ઉત્સવમાં આદિવાસી સમાજના લોકગીત, લોકધૂન અને લોકનૃત્યનો નજારો જોવા મળ્યો અને સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર અને યુટ્યુબર્સે પણ મનોરંજનની સાથે સમાજ ઉપયોગી સંદેશ લોકોમાં પ્રસારિત કર્યો

આ ઉત્સવમાં મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here