વાલોડ: ભારતીય બંધારણ સમિતિના સભ્ય અને આદિવાસી સમાજના હક અધિકારો માટે આજીવન અવાજ ઉઠાવનાર તેમજ ઓલમ્પિકમા ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન ડો.જયપાલસિંહ મૂંડાજીની 123 મી જન્મજયંતિ આદિવાસી સમાજના તાપી જિલ્લાના આગેવાનો રાકેશ ચૌધરી, અમિત ચૌધરી, તર્ક ચૌધરી, મહેન્દ્રભાઈ, યોગેશભાઈ, નિતેશભાઈ,હિરલભાઈ, આર્યનભાઈ તથા તેમની ટીમ દ્વારા ડો.જયપાલસિંહ મુંડા સર્કલ પર તેમની મૂર્તિને હારતોરા કરી પરંપરાગત આદિવાસી વિધિથી પૂજા કરીને સભાના સ્થળ સુધી રેલી કાઢી ઉજવી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય મહસચિવ અશોકભાઈ ચૌધરી,સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,આદિવાસી સાહિત્યકાર મનોજ દાદા, ઇન્દુબેન ગામીત, કુંજન ઢોડિયા, કેયુર કોંકણી, વાલોડ સરપંચ વિજયાબેન નાઈક અને આસપાસના અન્ય ગામોના સરપંચો સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમા આદિવાસી રૅપર મિલિન્દદાદા તેમજ શ્રદ્ધા ટ્રાયબલ, સરું ડાંગી-આરટી ડાંગી, દેગામાની કોંકણી નૃત્ય, વિજય નાઈક સહિતના કલાકારોએ હજારોની જનમેદનીને પોતાની વિવિધ કૃતિઓથી મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમા ઉત્કૃષ્ટ વારલી પેઇન્ટિંગ બદલ પૂજા પટેલ, પર્વતારોહક દર્શના વસાવા, ટેકવાંડો નિષ્ણાંત ત્રિશા ચૌધરીનું અનોખી સિદ્ધિઓ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ઇન્દુબેન ગામિતે ગામીતભાષામાં ગીતો ગાઈને પોતાનો સંદેશો આપતાં સમાજને પોતાની પાર્ટી બનાવવાની હાકલ કરી હતી.
ડો.નિરવ પટેલે સમાજના યુવાનોને સમાજસેવા અને દેશસેવા માટે પોતાનું ઝનૂન જગાવવા હાકલ કરી ડો.જયપાલસિંહ મુંડાજી અને પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેજીને મહિલાઓ માટે ભગવાનથી કમ નહીં હોવાની અને પોતાના પૂર્વજોએ સમાજ અને દેશ માટે આપેલ બલિદાન ક્યારેય નહીં ભૂલવાની અપીલ કરી હતી.36 જેટલાં વિવિધ ચીજવસ્તુ અને ખાનાખજાનાના વિવિધ સ્ટોલ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.











