અંબિકા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો આ ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ લોકલ-લોકલ ફોર ગ્લોબલનો મંત્ર સાર્થક થશે નું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે સુરત જિલ્લામાં 858 કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત – ઈ-લોકાર્પણ કર્યા હતા. ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ મેળો પાર પડશે.
ગુજરાત રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ અને સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું તા. 26 થી 29 ડિસેમ્બર દરમિયાન સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકાના વસરાઈમાં આયોજન કરવામાં આવ્યું છે.











